vedio viral/ રાજકોટથી મનાલી ગયેલા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા

બસ ન આવતા વિદ્યાર્થીઓ અને સામાન ભીંજાઈ ગયો

Gujarat Top Stories
Beginners guide to 2024 05 12T205656.512 રાજકોટથી મનાલી ગયેલા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા

Gujarat News : રાજકોટથી મનાલી પ્રવાસમાં ગયેલા મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હોવાનું સામે આવ્યું છે. મનાલીમાં ચાલુ વરસાદે યુનિવર્સલ ક્લબના મેનેજર 45 વિદ્યાર્થીઓને મૂકીને અન્ય બસમાં ચાલ્યા ગયા. બે કલાક સુધી વિદ્યાર્થીઓ સામાન સાથે વરસાદમાં પલળ્યા હતા.  જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ માંદા પડ્યા હતા અને બાદમાં બસ આવી ત્યારે તેમાંથી પણ પાણી ટપકતું રહ્યું, જેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તાને આ વીડિયો મોકલી પોતાની સમસ્યા જણાવી હતી.

મહાત્મા ગાંધી સ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતા અભિ ગીરીશભાઈ વરસાણીનું કહેવું છે કે સ્કૂલમાંથી અમને ગત તા. 4ના રાત્રે ટ્રેન મારફત કુલુ મનાલી પ્રવાસ માટે રાજકોટથી લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન મનાલીમાંથી વૈષ્ણોવદેવી મંદિરે જવા માટે 2 બસમાં નીકળ્યા હતા. જેમાં પ્રથમ બસમાં ટુર્સ એજન્સીના મેનેજર નીકળી ગયા હતા. બાદમાં વરસાદ શરૂ થઈ ગયો તેમછતાં બસ ન આવી. જેના કારણે   45 વિદ્યાર્થીઓ વરસામાં ભીંજાવા સાથે અમારો સામાન પણ પલળી ગયો.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે 45 વિદ્યાર્થીઓ હોટલમાંથી નીકળી ગયા છતાં બસ આવી ન હતી.. ટુર એજન્સીના મેનેજર સાથે ન હતા.અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા અમે તમામ વિદ્યાર્થીઓ વરસાદમાં પલળી ગયા અને અમારો સામાન પણ પલળી ગયો. અમુક વિદ્યાર્થીઓને ચક્કર આવવા લાગ્યા તો કેટલાકને ઉલ્ટી થઈ. જોકે, બાદમાં 2 કલાક બાદ બસ આવી અને બાદમાં આ વિદ્યાર્થીઓ વૈષ્ણોદેવી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.

બસ ન આવતા કારણે વિદ્યાર્થીઓ રસ્તામાં ફસાઈ ગયા હતા. તેના કારણે વિદ્યાર્થીઓના ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અંતે, વિદ્યાર્થીઓએ પોતાની આ સમસ્યાનો લાઈવ વીડિયો મોબાઈલમાં બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો. જેમાં વિદ્યાર્થીઓ કહે છે કે, અહીં વરસતા વરસાદમાં તમામ વિદ્યાર્થીઓનો સામાન પલળી ગયો છે અને મેનેજમેન્ટના વ્યક્તિ અમને મૂકીને નીકળી ગયા છે. જેથી, તમે તમામ શાળાએ સરની ઓફિસમાં જજો.. બાદમાં બસમાં લીકેજ હોવાને કારણે ત્યાં પણ પાણી પડતું હોવાથી વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલી ભોગવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત