Not Set/ તામિલનાડુ સરકારે પેટ્રોલમાં પ્રતિ લિટરે 3 રૂપિયા ઘટાડ્યા

રાજ્યમાં 2.6 કરોડ ટુ વ્હીલર લોકો પાસે છે, તેમને સીધો ફાયદો થશે

Top Stories
petrol તામિલનાડુ સરકારે પેટ્રોલમાં પ્રતિ લિટરે 3 રૂપિયા ઘટાડ્યા

ભારતમાં હાલમાં મોઘવારીએ માઝા મૂકી છે તેમાં પણ પેટ્રોલનો ભાવ આસમાને છે,વૈશ્વિક બજારમાં ક્રુડનો ભાવ ઓછો છે તે છંતા પણ ભારતમાં પેટ્રોલનો ભાવ 100 રુપિયાને પાર છે. ત્યારે તામિલનાડુ સરકારે મોટી જાહેરાત કરીને લોકોને પેટ્રોલમાં રાહત આપી છે.પેટ્રોલ લિટર દીઠ 3 રૂપિયા ઓછા કર્યા છે.તમિલનાડુ સરકારે મોંઘા પેટ્રોલ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને રાહત આપી છે.

તમિલનાડુમાં શાસક સ્ટાલિન સરકારે રાજ્યના લોકોને આ મોટી રાહત આપી છે. રાજ્યમાં 2.6 કરોડ ટુ વ્હીલર લોકો પાસે  છે. તેમને તેનો સીધો ફાયદો થશે. રાજ્યના નાણામંત્રી પી. થાઈગા રાજને શુક્રવારે રાજ્ય વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પેટ્રોલના ભાવમાં ઘટાડાને કારણે સરકારી તિજોરીને 1160 કરોડ રૂપિયાનું નુકસાન થશે. તમને જણાવી દઈએ કે, દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર અથવા તેનાથી વધુ ભાવ ચાલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલનો ભાવ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર તામિલનાડુએ અસરકારક નિર્ણય લઇને પ્રજા માટે 3 રૂપિયા ભાવ ઘટાડ્યો છે .ભારતમાં છેલ્લા ઘણા સમયથી સતત ભાવમાં કેન્દ્ર સરકાર વધારો કરી રહી છે જેના લીધે પેટ્રોલ 100 રૂપિયા મળી રહ્યું છે.