અમરેલી/ સામાન્ય લોકો માટે કેસર કેરીનો સ્વાદ બન્યો કડવો, આટલા ટકા પાક નાશ પામ્યો

16 દિવસમાં યાર્ડમાં 10 કી.લો ના માંડ માંડ 50 હજાર બોક્સની આવક થઇ છે.ગત વર્ષે પ્રથમ 16 દિવસમાં યાર્ડમાં 10 કિલો ના બે લાખથી પણ વધુ બોક્સની આવક થઇ હતી.

Gujarat Others
કેસર કેરીનો
  • કેરીએ કહી ખુશી કહી ગમ જેવો બનાવ્યો માહોલ,
  • કેસર કેરીનો 80ટકા પાક પામ્યો નાશ
  • યાર્ડમાં 50 હજાર બોક્સની આવક
  • ગત વર્ષ કરતા ચોથા ભાગની યાર્ડમાં આવક

ગીરનું અમૃત એવી કેસર કેરીએ કહી ખુશી કહી ગમ જેવો માહોલ બનાવ્યો છે. કારણ એ છે કે નહીવત કેરીને કારણે આમ લોકો માટે કેસર કેરીનો સ્વાદ અમૃત સમો નહિ પણ કડવો બન્યો છે. ત્યારે કેટલાક બગીચાઓમાં કેરી પાકી છે તેમને ભારે કિંમત ઉપજી છે.જેથી તેમને ભારે ફાયદો થયો છે.આ વર્ષે કેસર કેરીનો 80 ટકા પાક નાશ પામ્યો હોવાથી આવક ઓછી છે.તો તાલાલા યાર્ડમાં 16 દીવસમાં કેસર કેરીના માત્ર 50 હજાર બોક્સની આવક થઈ છે. આ વર્ષે કેસર કેરીના વિક્રમજનક ભાવના કારણે રૂા. 4 કરોડની ઉપજ થયાનો અંદાજ છે. ગત વર્ષે હરાજી શરુ થયાના પ્રથમ 16  દિવસમાં ૨ લાખ બોકસ આવ્યા હતા.. જેની સરખામણી એ ચોથા ભાગની જ કેરી હાલ યાર્ડમાં પહોચી શકી છે.

16 દિવસમાં યાર્ડમાં 10 કી.લો ના માંડ માંડ 50 હજાર બોક્સની આવક થઇ છે.ગત વર્ષે પ્રથમ 16 દિવસમાં યાર્ડમાં 10 કિલો ના બે લાખથી પણ વધુ બોક્સની આવક થઇ હતી. તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીના પાકને પ્રથમ તો તાઊતે વાવાઝોડા એ નૂકશાન પહોચાડ્યૂ સાથે ગ્લોબલ વોર્મિંગ અને વીવીધ રોગ ના કારણે કૈસર ના પાક ને વ્યાપક અને ક્યારેય ન જોવા મળતી કફોડી સ્થીતી જોવા મળી છે.

તાલાલા પંથકના 45 ગામમાં આવેલ ૧૫ લાખથી પણ વધુ કેસર કેરીના આંબાના વૃક્ષો પૈકી માત્ર 20 ટકા આંબામાં કેરીનો ફાલ આવ્યો છે.સતત બીજા વર્ષે પણ મોઢે આવેલો કોળિયો છીનવાતા કિસાનોમાં તેમજ કેરી ના રસીયા ઓ મા હતાશા દેખાય છે.

ઓછા પાકને કારણે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં વેચાણમાં આવતી કેરીના ભાવ વિક્રમજનક સપાટી એ છે.જેથી 16 દિવસમાં યાર્ડમાં આવેલ  હજાર બોક્સ ના રૂ.ચાર કરોડથી પણ વધુ રકમની ઊપજ  થઈ હોય જેથી અમૂક ખેડૂતો ને ભારે રાહત મળી છે.બાકી 80 % બગીચા ઓ વીરાન બની ચૂક્યા છે.

આ પણ વાંચો:પાટણમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં પતિનું મોત, પત્નીને થઈ ગંભીર ઇજા

આ પણ વાંચો:ગુજરાતના આ ડૉક્ટર દંપતી એ માઉન્ટ એવરેસ્ટ સર કરીને બનાવ્યો નવો રેકોર્ડ