Not Set/ સુરતના આ બંને ભાઈ-બહેને પોતાના પીગી બેન્કમાં જમા થયેલા 41000 રૂપિયા કોરોના દર્દીઓની સહાય માટે આપ્યા

સુરતના બે બાળકોએ પોતાના પીગી બેન્કમાં જમા થયેલા રૂપિયા કોરોના કહેરમાં સપડાયેલા લોકોની સહાય માટે આપી દીધા છે.11 વર્ષના આદિત્ય અને 6 વર્ષની અનન્યા બને ભાઈ બહેને 41000 પીગી બેન્કના

Top Stories Gujarat
bal bhamasha 1 સુરતના આ બંને ભાઈ-બહેને પોતાના પીગી બેન્કમાં જમા થયેલા 41000 રૂપિયા કોરોના દર્દીઓની સહાય માટે આપ્યા

સંજય મહંત, સુરત @મંતવ્ય ન્યૂઝ

સુરતના બે બાળકોએ પોતાના પીગી બેન્કમાં જમા થયેલા રૂપિયા કોરોના કહેરમાં સપડાયેલા લોકોની સહાય માટે આપી દીધા છે.11 વર્ષના આદિત્ય અને 6 વર્ષની અનન્યા બને ભાઈ બહેને 41000 પીગી બેન્કના રૂપિયા સહાય માટે આપી દીધા છે.રકમ નાની છે પરંતુ બાળકોની આ ઉંમરે ભાવના ખુબજ મોટી છે.પીગી બેન્કની રકમ માંથી તેના પિતાએ N95 માસ્ક,સેનેટાઇઝર અને ગાર્ગલ માઉથ વોશ વસ્તુઓ લઈને વિતરણ શરૂ કર્યું.

bal bhamasha 2 સુરતના આ બંને ભાઈ-બહેને પોતાના પીગી બેન્કમાં જમા થયેલા 41000 રૂપિયા કોરોના દર્દીઓની સહાય માટે આપ્યા

ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે આજ કહેવત સુરતના બે નાના ભૂલકાઓએ સાબિત કરી બતાવી છે. જી હા 11 વર્ષના આદિત્ય સિહોરા અને છ વર્ષની અનન્યા સિરોહા પિતાની સેવા જોઈ પોતે પણ આ ઉંમરે કોરોનમાં કઈ રીતે સેવા કરી શકે તેવો ભાવ જાગ્યો હતો.અને કોરોના દર્દીઓની સારવાર કરવા માટે પોતાનાથી બનતો એક નાનકડો પ્રયાસ હાથ ધર્યો હતો.જેમાં પોતાના પીગી બેંક માં જમા થયેલ રૂપિયા કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવા તેમના પિતાને બંને બાળકોએ રજૂઆત કરી હતી.આ ઉંમરમાં બાળકોની રજૂઆત સાંભળી પિતા પણ અશ્ચિત થઈ બાળકોની ભાવનાને બિરદાવી હતી.અને તેમના રૂપિયા કોરોનમાં ઉપયોગ કરવા પ્રેરણા પુરી પાડી હતી.

bal bhamasha 3 સુરતના આ બંને ભાઈ-બહેને પોતાના પીગી બેન્કમાં જમા થયેલા 41000 રૂપિયા કોરોના દર્દીઓની સહાય માટે આપ્યા

હવે સવાલ એ હતો કે આટલા નાના બાળકોના પીગી બેન્ક માંથી એટલા તો કેટલા રૂપિયા નીકળશે અને એનાથી શુ કોરોના દર્દીઓની કઈ રીતની સેવા કરી શકીશું..? તેમાં છતાં પિતાએ બાળકોનો સેવાનો જુસ્સો ઘટી ન જાય તે માટે પીગી બેન્ક ખોલાવી અને માનસો નહીં પણ બંને બાળકોના પીગી બેન્ક માંથી 41000 રૂપિયા નીકળ્યા હતા.બંને બાળકોએ હસતા હસતા આ ૪૧ હજાર રૂપિયા કોરોનામાં સારવાર લઈ રહેલા દર્દીઓને સમર્પિત કરી દીધા હતા.

bal bhamasha 4 સુરતના આ બંને ભાઈ-બહેને પોતાના પીગી બેન્કમાં જમા થયેલા 41000 રૂપિયા કોરોના દર્દીઓની સહાય માટે આપ્યા

બંને બાળકોના પિતા ગૌતમભાઈ સિરોહા મૂળ ડોક્ટર અને ટેક્સટાઇલ વ્યાપાર સાથે સંકળાયેલા છે. કોરોનાની બીજી લહેર માં ગૌતમભાઈ આઇસોલેશન સેન્ટરમાં ડોક્ટરની સેવા આપી રહયા હતા.સુરતના જુદા જુદા વિસ્તારમાં સેવા સામાજિક સંસ્થા અંતર્ગત કોરોના દર્દીઓની સારવાર માટે આઇસોલેશન સેન્ટર ચાલી રહયા હતા.જેમાં ગૌતમભાઈ દર્દીઓની સારવાર માટે સેવા કરી રહ્યા છે. પિતાની આ પ્રકારની સેવા જોઈ તેમના બાળકોને પણ કંઈક રીતે સેવા કરવાનો ભાવ ઉઠ્યો હતો. ત્યારે નાની દીકરી અનન્યા સિરોહાનો જન્મદિવસ આવી રહ્યો હતો અને આ જન્મદિવસ નિમિત્તે અનન્યાએ અને તેના ભાઈ આદિત્યએ પિતાને જન્મદિવસ નહિ ઉજવી પોતાના પીગી બેંકમાં જમા રહેલ રૂપિયા કોરોના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવા રજૂઆત કરી હતી.

bal bhamasha 5 સુરતના આ બંને ભાઈ-બહેને પોતાના પીગી બેન્કમાં જમા થયેલા 41000 રૂપિયા કોરોના દર્દીઓની સહાય માટે આપ્યા

આઇસોલેશન સેન્ટરમાં સારવાર દર્દીઓને માસ્ક, સેનેટાઈઝર અને ગાર્ગલ માઉથ વોશ આપવામાં આવતું હતું.ત્યારે બાળકોના સેવાના ભાવને જોઈ તેમના પિતા દ્વારા પીગી બેંક માંથી નીકળેલા 41 હજારની રકમ માંથી N95 માસ્ક ,સેનેટાઇઝર,અને ગાર્ગલ માઉથ વોશ જેવી વસ્તુઓ લાવી આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.એટલું જ નહીં સૌરાષ્ટ્રના ગામડાઓમાં વધી રહેલા કોરોના કેસોને લઈ સુરત થી સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્ર જુદી જુદી ટીમો પહોંચી હતી.જેમાં ગૌતમ ભાઈ પણ ડોકટર તરીકે ગામડાઓમાં દર્દીઓની સેવા કરવા પહોંચ્યા હતા.જ્યા પોતાના બાળકો દ્વારા આપવામાં આવેલા માસ્ક, સેનેટાઇઝર અને ગાર્ગલ માઉથ વોશ દર્દીઓને આપવામાં આવ્યું હતું.

majboor str 16 સુરતના આ બંને ભાઈ-બહેને પોતાના પીગી બેન્કમાં જમા થયેલા 41000 રૂપિયા કોરોના દર્દીઓની સહાય માટે આપ્યા