અપીલ/ ફરીદાબાદ દિલ્હી બોર્ડર પાસે ખોરી ગામમાં મકાનો તોડવાનું બંધ કરવા UNએ સરકારને અપીલ કરી

પુનર્વસન કાર્ય શરૂ થાય તે પહેલાં જ લોકો આ નિર્ણયથી અસંમત થયા હતા, ત્યારબાદ અહીં મકાનો તોડી પાડવાનું કામ શરૂ થયું હતું.

Top Stories
khori ફરીદાબાદ દિલ્હી બોર્ડર પાસે ખોરી ગામમાં મકાનો તોડવાનું બંધ કરવા UNએ સરકારને અપીલ કરી

ફરીદાબાદ દિલ્હી સરહદ પર ખોરી ગામથી પુનર્વસન વિના લોકોના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. આ પછી આ સમગ્ર મામલામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર એજન્સીઓ પણ કૂદી પડી છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ ઓફિસે ખોરી ગામમાં તોડફોડ બંધ કરવા સરકારને અપીલ કરી હતી. કોરોના અને ચોમાસા દરમિયાન તેમને વિસ્થાપિત કરવું અમાનવીય છે.

પ્રશાસન ઇચ્છે છે કે  લોકોની વાત બહાર  પહોંચે  નહી,, તેથી તેણે બહારના લોકોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે,અને  જે પત્રકારોએ પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. આખો વિસ્તાર બેરીકેડ અને સૈનિકોની ટીમોથી ઘેરાયેલો છે. લોકોની હાલત જાણવા માટે મીડિયા કર્મીઓ સાથે પણ પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી.

ખોરી ગામ સંરક્ષિત વન જમીન પર આવેલું છે. 1992 માં, આ જમીન સંરક્ષિત વન જમીનના કાર્યક્ષેત્ર હેઠળ માનવામાં આવી હતી. આમ છતાં અહીં ગેરકાયદે બાંધકામો ચાલુ રહ્યા. આને ગેરકાયદેસર બાંધકામ ગણાવી સુપ્રીમ કોર્ટે ગામ લોકોને વિસ્થાપિત કરવા આદેશ આપ્યો છે. આ વર્ષે 7 જૂને સુપ્રીમ કોર્ટે સુનાવણી કર્યા બાદ વન જમીનને સંપૂર્ણ રીતે અતિક્રમણ મુક્ત કરવા આદેશ આપ્યો હતો. આ પછી,પ્રશાસને અહીં વસતા લોકોના પુનર્વસનની નીતિ જારી કરી અને તેઓને ઘર છોડવાની સૂચના આપી.

પુનર્વસન કાર્ય શરૂ થાય તે પહેલાં જ લોકો આ નિર્ણયથી અસંમત થયા હતા, ત્યારબાદ અહીં મકાનો તોડી પાડવાનું કામ શરૂ થયું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, દિલ્હી-ફરીદાબાદ બોર્ડર પર આવેલા ખોરી ગામમાં 125 એકર જમીન છે. તેમાંથી 80 એકર જમીનમાં લોકોએ કબજો કર્યો છે અને મકાનો બનાવ્યા છે. અહીં લગભગ 10 હજાર પરિવારો રહે છે.

વિસ્તારમાં કોઈ અશાંતિ ન સર્જાય તે માટે આખું ગામ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસ કર્મચારી ગામમાં ચોમેર હાજર છે. માત્ર મીડિયા જ નહીં પરંતુ કોઈપણ જગ્યાએથી બહારના લોકોને પણ અહીં પ્રવેશવાની મંજૂરી નથી