ગાંધીનગર/ રાજય માં પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ટુંક સમયમાં ભરતી કરાશે

પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં આજે જિલ્લા વિકાસ અધિકારીઓ DDOની બેઠક બોલાવી હતી તેમાં મેરજાએ આ જાહેરાત કરી હતી

Gujarat Others
Untitled 244 રાજય માં પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ટુંક સમયમાં ભરતી કરાશે

રાજય માં કોરોના ની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં લાખો લોકો  કોરોનામાં  મૃત્યુ પામ્યા હતા તો  ઘણા લોકોએ પોતાના ઘરના મોભી ગુમાવ્યા હતા.  વધતા જતા કોરોના કેસને લીધે  રાજય માં  સરકારી પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી હતી હવે જયારે કોરોના કેસ  ઘટવા લાગ્યા ત્યારે  સરકાર દ્વારા  એક મોટો નિર્ણય લેવાયો છે . જે  અંતર્ગત રાજ્ય સરકારના પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પંચાયત મંત્રીએ જાહેરાત કરી છે કે, ટૂંકા ગાળામાં જ પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી કરાશે. આવતા 6 મહિનામાં આ ભરતી પૂરી કરવાનો ટાર્ગેટ હોવાનું પણ મંત્રીએ ઉમેર્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ લીંબડી હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

આ સાથે રાજ્ય સરકારે 2018ની પંચાયત વિભાગની તલાટી તથા સીનિયર અને જુનિયર ક્લાર્કની જગાઓ માટે શરૂ કરેલી ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ તલાટી તથા સીનિયર અને જુનિયર ક્લાર્કની ભરતીની પ્રક્રિયાને નવી ભરતી સાથે સંકલિત કરી લેવામાં આવશે.

આ પણ વાંચો :રાજ કુન્દ્રા બે મહિના પછી જેલમાંથી છૂટ્યો, કહ્યું- મને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે…

ગુજરાત સેવા પસંદગી બોર્ડ દ્વારા આ ભરતીપ્રક્રિયા કરવામાં આવશે. જેમાં જુના ઉમેદવારોને પણ લાભ આપવામાં આવશે. ગત વખતે જે ભરતી માટેના ફોર્મ કેન્ડીડેટ એ ભર્યા હતા એમની ફી પરત કરાશે તેમ પણ મંત્રી બ્રિજેશ મેરજાએ રહ્યું છે. બ્રિજેશ મેરજાએ જાહેરાત કરી હતી કે, પંચાયત વિભાગની જગાઓ માટે અગાઉ જિલ્લા કક્ષાએ ભરતી થતી હતી પરંતુ હવે નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

આ પણ વાંચો :રાજકોટ જિલ્લામાં પુરથી થયેલા નુકસાનની રૂ.55 લાખની સહાય ચૂકવાઈ

પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં આજે જિલ્લા વિકાસ અધિકારીઓ DDOની બેઠક બોલાવી હતી તેમાં મેરજાએ આ જાહેરાત કરી હતી. ગાંધીનગર સ્વર્ણિમ 2 ખાતે રાજ્યના DDO હાજર રહેશે. જિલ્લાના વિકાસ કામો અને ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ સંદર્ભે આ કોન્ફરન્સમાં ચર્ચા થશે.

આ પણ વાંચો ;CM કેજરીવાલે ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણીની શરૂ કરી તૈયારીઓ, આપ્યા આ 7 વચન