Not Set/ અમદાવાદ/  વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા

અમદાવાદના ચર્ચિત વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. હાલ જામીન પર બહાર વિસ્મય શાહને કદાચ ચુકાદા બાદ ફરી જેલ ભેગા થવુ પડશે કે કેમ તે આજ કોર્ટના ચુકાદા પર આધાર રાખે છે. ઉલ્લેખનીય છે કે,  વર્ષ 2013માં અમદાવાદના માનસી સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં […]

Ahmedabad Gujarat
vismay અમદાવાદ/  વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા

અમદાવાદના ચર્ચિત વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં આજે કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. હાલ જામીન પર બહાર વિસ્મય શાહને કદાચ ચુકાદા બાદ ફરી જેલ ભેગા થવુ પડશે કે કેમ તે આજ કોર્ટના ચુકાદા પર આધાર રાખે છે. ઉલ્લેખનીય છે કે,  વર્ષ 2013માં અમદાવાદના માનસી સર્કલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બીએમડબલ્યુ કારમાં સવાર વિસ્મય શાહે બે યુવાનોને અડફેટે લીધા હતા. જેમાં શિવમ દવે, રાહુલ પટેલના મોત થયા હતા.

આ ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. જેમાં મૃતકોના પરિવારે વિસ્મય શાહ વિરુદ્ધ લાંબી કાયદાકીય લડત પણ ચલાવી હતી. જેના પરિણામે કોર્ટે વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારી હતી. જોકે હાલ વિસ્મય શાહ જામીન પર બહાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.