Cricket/ દિગ્ગજ પૂર્વ ખેલાડીએ પંતને લઇને કહ્યુ- હુ જોઇ રહ્યો છુ આ ખેલાડીને ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન તરીકે

15 જાન્યુઆરીની સાંજે વિરાટ કોહલીની એક જાહેરાતે સમગ્ર ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી કે તે હવે ટેસ્ટ ટીમનાં કેપ્ટન પદેથી રાજીનામું આપી રહ્યો છે.

Sports
ind 35 દિગ્ગજ પૂર્વ ખેલાડીએ પંતને લઇને કહ્યુ- હુ જોઇ રહ્યો છુ આ ખેલાડીને ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન તરીકે

15 જાન્યુઆરીની સાંજે વિરાટ કોહલીની એક જાહેરાતે સમગ્ર ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી કે તે હવે ટેસ્ટ ટીમનાં કેપ્ટન પદેથી રાજીનામું આપી રહ્યો છે. વિરાટની કેપ્ટનશિપ છોડ્યા બાદ ભારતનાં આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને દરેકનાં મનમાં સવાલો ઉઠી રહ્યા છે. દરમિયાન, અનુભવી સુનીલ ગાવસ્કરની પણ પ્રતિક્રિયા આવી છે, જેઓ માને છે કે રિષભ પંત ટેસ્ટ કેપ્ટન માટે સંપૂર્ણ દાવેદાર હશે.

આ પણ વાંચો – IPL / પંજાબને મળી શકે છે જલ્દી જ નવો કેપ્ટન, આ ખેલાડીઓ હોઇ શકે છે પસંદગી

રિષભ પંતની વાત કરીએ તો, તે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે અને તેની અત્યાર સુધીની કારકિર્દીમાં તેણે ઘણા જબરદસ્ત પરાક્રમ કર્યા છે. કેપ્ટન તરીકે તેણે IPL માં દિલ્હી કેપિટલ્સ માટે સારું કામ કર્યું હતું. જો કે, પંતની સામે રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા દાવેદાર હશે, જેમને પાછળ છોડવું આસાન નહીં હોય. ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન ગાવસ્કર ઈચ્છે છે કે પસંદગીકારો પંતને આગામી કેપ્ટન બનાવે અને મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિતનાં ઉત્તમ ઉદાહરણ સાથે તેનું કારણ સમજાવ્યું. રોહિતે 2013માં મુંબઈ માટે કપ્તાની સંભાળી ત્યારથી, તેણે પાંચ IPL ટાઇટલ જીત્યા છે અને તે ટૂર્નામેન્ટનાં ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન છે. ગાવસ્કરે એમ પણ કહ્યું કે, જો પંતને જવાબદારી આપવામાં આવશે તો તે તેનાથી પણ મોટી ઇનિંગ્સ રમી શકશે. તેમણે વધુમાં કહ્યું, “જો તમે મને પૂછો, તો હું હજુ પણ રિષભ પંતને ભારતનાં આગામી કેપ્ટન તરીકે જોઈશ.” જે કારણોસર રિકી પોન્ટિંગ રાજીનામું આપ્યું ત્યારે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સનું સુકાન સોંપવામાં આવ્યું હતું, તે પછી તેની બેટિંગમાં આવેલા બદલાવને જુઓ. કેપ્ટન તરીકેની અચાનક જવાબદારીએ તેને નાની ઇનિંગ્સને મોટી ઇનિંગ્સમાં બદલવામાં મદદ કરી. મને લાગે છે કે જ્યારે રિષભ પંતને જવાબદારી મળશે ત્યારે તેને ન્યૂલેન્ડ્સ જેવી ઘણી વધુ શાનદાર ઇનિંગ્સ જોવા મળશે.

આ પણ વાંચો – U19 World Cup / ટીમ ઈન્ડિયાએ જીત સાથે મેઘા ઇવેન્ટની કરી શરૂઆત, દ.આફ્રિકા સામે મેળવી 45 રનથી જીત

ગાવસ્કરે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીનું ઉદાહરણ આપ્યું, જેમણે 21 વર્ષની ઉંમરે કેપ્ટનશિપ સંભાળી અને સફળતા હાંસલ કરી. તેણે કહ્યું, હા, હું એમ કહું છું. ટાઇગર પટૌડી 21 વર્ષની ઉંમરે જ્યારે નારી કોન્ટ્રાક્ટર ઘાયલ થયો ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કેપ્ટન હતો. જુઓ પછી તેમણે શું કર્યું. તેમણે સરળતાથી કેપ્ટનશિપ કરી. મને લાગે છે કે આપણે IPLમાં રિષભ પંત સાથે દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન તરીકે જે જોયું છે તેના પરથી હું માનું છું કે તેની પાસે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાની અને ખૂબ જ રોમાંચક ટીમ બનાવવાની ક્ષમતા છે.