સુરત/ રત્ન કલાકારે દારૂની હેરાફેરી માટે અપનાવ્યો એવો રસ્તો કે તમે જાણીને…

ડાયમંડ સિટીમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી ટેક્નિકનો ઉપયોગ કરતા કાપોદ્રા વિસ્તારમાં મકાઈની આડમાં રત્ન કલાકાર ટેમ્પોમાં….

Gujarat Surat
a 522 રત્ન કલાકારે દારૂની હેરાફેરી માટે અપનાવ્યો એવો રસ્તો કે તમે જાણીને...

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાની અનેક વાતો થઇ ચુકી છે, પરંતુ આ તમામ દાવાઓ માત્ર કાગળ પર જ સાબિત થઇ રહ્યા છે, ત્યારે રાજ્યભરમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે પણ અવનવી તરકીબો અપનાવવામાં આવી રહી છે. આ જ પ્રકારનો એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં ડાયમંડ સિટીમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી ટેક્નિકનો ઉપયોગ કરતા કાપોદ્રા વિસ્તારમાં મકાઈની આડમાં રત્ન કલાકાર ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરતાં ઝડપાયો છે.

આ પણ વાંચો :ધોરણ-12 CBSE નું પરિણામ આજે જાહેર કરાશે, આ રીતે જાણી શકશો

મળતી માહિતી મુજબ, સુરતના કાપોદ્રામાં પોલીસને બાતમી મળી હતી કે, એક ટેમ્પોમાં કેટલાક ઈસમો દારૂ ભરીને આવી રહ્યા છે. આ જ બાતમીના આધારે વરાછાના હીરાબાગ સુંદરબાગ સોસાયટી સરકારી સ્કૂલ પાસે વોચ ગોઠવાઈ હતી. જેમાં શંકાસ્પદ એક ટેમ્પોની તપાસ કરતાં ટેમ્પોમાંથી મકાઈની ગુણો મળી આવી હતી. પરંતુ પોલીસે ટેમ્પાનું સઘન ચેકિંગ કર્યું હતું. મકાઈની ગુણોની નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની હેરાફેરી કરતા રત્ન કલાકરે દારૂની 2300 થી વધુ બોટલ સંતાડી હતી.

આ પણ વાંચો :અલ્યા હદ કરી બાકી , મ્યુ. કોર્પોરેશનમાંથી જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

બીજી બાજુ આ મામલે બુટલેગરની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, આ રત્ન કલાકાર લોકડાઉનમાં દારૂની બે બોટલ સાથે ઝડપાયો હતો અને ત્યાર બાદ તેણે બે ભાગીદારો સાથે સુરતમાં દારૂ લાવવાનું શરૂ કર્યું હતું.

આપને જણાવી દઈએ કે, જ્યારથી કોરોના વાયરસે દેશમાં કહેર મચાવ્યો છે, ત્યારથી જ લોકડાઉનમાં લોકોની હાલત કફોડી બની ગઈ છે અને લોકો આર્થિક રીતે પણ પાયમાલ થઇ ગયા છે, ત્યારે હવે લોકો પોતાનો વ્યાપાર બદલીને બીજા વેપારમાં લાગી ગયા છે. જ્યારે કેટલાક લોકો ઝડપથી રૂપિયા કમાવવા માટે ગુનાહિત પ્રવૃતિના માર્ગે વળ્યાં છે.

આ પણ વાંચો :સુરતમાં 9 માસની બાળકીને કોરોના પોઝિટીવ, આરોગ્ય તંત્ર થયું દોડતું

આ પણ વાંચો :ઝાલાવાડમાં પુરાતત્ત્વની ઘોર બેદરકારી આવી સામે, તંત્રની કામગીરી પર અનેક સવાલો