Crime/ પત્ની જોઈ ગઈ પોતાના પતિને પ્રેમિકા સાથે પછી જે થયું તે વાંચવા જેવું

અમદાવાદમાં “પતિ પત્ની અને વો…” ફિલ્મના જેવા દ્રશ્યો સર્જાયા છે. યુવક એક યુવતીની સાથે જાહેરમાં બાઈક ઉપર ફરતો હતો. અને તે જ વખતે તેની મૂળ પત્નીએ બંનેને એક સાથે એકજ બાઈક પર બેઠેલા જોઈ જતા ભારે હંગામો મચાવ્યો હતો. જાહેર રોડ ઉપર મારામારીના દ્રશ્યો સર્જાયા બાદ સમગ્ર પોલીસ સ્ટેશનમા પહોંચ્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને […]

Ahmedabad Gujarat
a man 1609815048 પત્ની જોઈ ગઈ પોતાના પતિને પ્રેમિકા સાથે પછી જે થયું તે વાંચવા જેવું

અમદાવાદમાં “પતિ પત્ની અને વો…” ફિલ્મના જેવા દ્રશ્યો સર્જાયા છે. યુવક એક યુવતીની સાથે જાહેરમાં બાઈક ઉપર ફરતો હતો. અને તે જ વખતે તેની મૂળ પત્નીએ બંનેને એક સાથે એકજ બાઈક પર બેઠેલા જોઈ જતા ભારે હંગામો મચાવ્યો હતો. જાહેર રોડ ઉપર મારામારીના દ્રશ્યો સર્જાયા બાદ સમગ્ર પોલીસ સ્ટેશનમા પહોંચ્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વિગત વાર વાત કરીએ તો અમદાવાદમાં સાબરમતિ વિસ્તારમાં આવેલા પંચશીલ હોસ્પિટલના જાહેર રોડ ઉપર પત્ની પતિને પ્રેમિકા સાથે બાઈક પર જતાં જોઈ ગઈ હતી. પત્નીની એક બુમથી પતિએ બાઈક ઉભું રાખી અને પત્ની સાથે બોલાચાલી શરૂ કરી હતી. સાથે સાથે પ્રેમિકાએ પણ બોલાચાલી કરી હતી. ત્રણેય વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પ્રેમિકાએ પ્રેમીની પત્નીને લાત મારી નીચે પાડી દીધી હતી.

પતિએ પત્નિને જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અને પ્રેમિકાને બાઈક પર બેસાડી ફરાર થઈ ગયો હતો. સાબરમતી પોલીસ સ્ટેશનમાં પત્નીએ પતિ અને પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો