technologyy/ દુનિયાની પહેલી હાઈબ્રીડ ઈલેક્ટ્રિક બાઈક, 300 kmની રેન્જ , જાણો બીજા ફીચર્સ

ઓટો ક્ષેત્રની અંદર ઘણી બધી કંપનીઓ ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં ઝંપલાવી રહી છે. ઈલેક્ટ્રિક પાવર સોર્સ ઓટોમોબાઈલ સેક્ટરનું ભાવિ છે. આવું ઘણી વખત નિષ્ણાંતો પાસેથી સાંભળ્યું છે. છેલ્લા કેટલાક વખતથી ઈલેક્ટ્રિક વ્હીકલ્સના ઉત્પાદન અને માગમાં મોટો વધારો જોવા મળ્યો છે. શરૂઆતમાં આવેલા ઈ વ્હીકલ્સ લેડ એસીટેટ બેટરી પર કામ કરી રહ્યા હતા. ત્યાર બાદ લિથિયમ આયન બેટરીનો […]

Tech & Auto
Untitled 54 દુનિયાની પહેલી હાઈબ્રીડ ઈલેક્ટ્રિક બાઈક, 300 kmની રેન્જ , જાણો બીજા ફીચર્સ

ઓટો ક્ષેત્રની અંદર ઘણી બધી કંપનીઓ ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં ઝંપલાવી રહી છે. ઈલેક્ટ્રિક પાવર સોર્સ ઓટોમોબાઈલ સેક્ટરનું ભાવિ છે. આવું ઘણી વખત નિષ્ણાંતો પાસેથી સાંભળ્યું છે. છેલ્લા કેટલાક વખતથી ઈલેક્ટ્રિક વ્હીકલ્સના ઉત્પાદન અને માગમાં મોટો વધારો જોવા મળ્યો છે. શરૂઆતમાં આવેલા ઈ વ્હીકલ્સ લેડ એસીટેટ બેટરી પર કામ કરી રહ્યા હતા.

ત્યાર બાદ લિથિયમ આયન બેટરીનો ઉપયોગ થવા લાગ્યો હતો. હવે Nawa technologies એક નવો કોન્સેપ્ટ લઈને આવી છે. આ કંપનીએ જાન્યુઆરી મહિનામાં NawaRacer Concept રજૂ કર્યો હતો. જે દુનિયાની પહેલી હાઈબ્રીડ બાઈક છે. જેમાં ઈલેક્ટ્રિક પાવરટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આ કોન્સેપ્ટને ટૂંક સમયમાં જ વર્કિંગ પ્રોટોટાઈપમાં રજૂ કરાઈ શકે છે. આ ઈલેક્ટ્રિક બાઈકને હાલના સમયમાં ફ્રેંચ બેટરી કંપની YSY Group સાથે મળીને તૈયાર કરવામાં આવી રહી છે.

આ બાઈકની ડીઝાઈનની વાત કરવામાં આવે તો તે વર્ષ 1960ના દાયકાની કૈફે રેસર સ્ટાઈલ જેવી છે. એ જ સમયની ડીઝાઈનનો ઉપયોગ કરાયો છે. બાઈકને રેટ્રો લુક્સ આપવા માટે LED હેડલેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની સાથે બાઈકમાં ઈન્ટીગ્રેટેડ સરક્યુલર LED, DRL, બ્લેક અલોય વ્હીલ અને સ્મુથ ફ્લોટિંગ લાઈન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એટલે એને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. આ બાઈકની ટોપ સ્પીડ 160 કિમી છે. રેન્જની વાત કરવામાં આવે તો આ બાઈક 300 કિમી રેન્જ આપે છે. આ ઉપરાંત બાઈકમાં સુપરફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી આપવામાં આવી છે. જે માત્ર 60 મિનિટમાં બાઈકને 80% સુધી ચાર્જ કરી દે છે. 100% ચાર્જ થવામાં કેટલો સમય લાગશે એ અંગે કંપનીએ કોઈ પ્રકારનો ખુલાસો કર્યો નથી. આવનારા કેટલાક મહિનામાં કંપની આ બાઈક માર્કેટમાં લૉન્ચ કરશે.