ગોરી રાધાને કાળો કાન/ ગીરનો યુવક અને અમેરિકાની યુવતી ઓનલાઇન મળ્યા અને પછી…… કર્યું કૈક આવું

ગીરનો યુવક ફેસબુકના માઘ્‍યમથી શરૂ થયેલ મિત્રતા પ્રેમમાં અને ત્‍યાંથી આગળ વઘીને દાંપત્‍ય જીવન સુઘી પહોંચી છે

Top Stories Gujarat Others
ગીરનો યુવક

વર્તમાન સમયમાં સોશીયલ મિડીયા થકી સારા કામોના બદલે ફ્રોડ, છેતરપીંડીની કીસ્‍સા ભારતમાં વઘતા જોવા મળી રહયા હોવાથી અનેક સવાલો ઉભા થયા છે. એવા સમયે જ સોશીયલ મિડીયાની સાઇટ ફેસબુક થકી એકબીજાના પરીચયમાં આવેલા તાલાલા ગીરનો યુવક  અને અમેરીકા સ્‍થ‍િત યુવતિ સાથે ફ્રેન્‍ડશીપ થયા પછી વર્ચ્‍યુઅલી વાતચીતોમાં બંન્‍ને વચ્‍ચેની મિત્રતા પ્રેમમાં અને બાદમાં પ્રેમ દાંપત્‍ય જીવનમાં પરીણમ્‍યો છે. અમેરીકાની ગૌરી યુવતિ અને ગીરનો યુવક ના પ્રેમમાં પડયા બાદ હિન્‍દુ વિઘિ-રિવાજ મુજબ લગ્‍ન કરવા તાજેતરમાં અત્રે આવી હરખભેર હાથમાં મહેંદી રચી વિઘિસર લગ્‍ન પણ કર્યા છે.

કહે છે કે વિઘિના લેખ કોઇ બદલી શકતુ નથી. તેમ ભગવાને ભાગ્‍યમાં લખેલ જીવનસાથી સાત સંમુદર દુર હોય તો પણ કોઇને કોઇ રીતે તેનો મિલાપ થઇ જ જાય છે. આ કહેવતને સાર્થક કરતો એક મિત્રતા પ્રેમમાં પરીણામી દાંપત્‍ય જીવન સુઘી પહોચ્‍યાનો કીસ્‍સો ગીર પંથકમાંથી સામે આવ્‍યો છે. જે અંગે તાલાલા ગીરમાં રહેતા યુવક બલદેવ ભેટારીયા આહીર કે જેને ફેસબુક સાઇટ થકી સાત સમુદંર પાર અમેરિકા સ્‍થ‍િત યુવતી સાથે તાજેતરમાં લગ્‍ન કર્યા છે. પોતાની સ્‍ટોરી અંગે બલદેવ આહીર જણાવેલ છે કે, મૈ બીએસસી અને બાદમાં લંડન જઇને એમબીએનો અભ્‍યાસ કર્યો છે. 2014 માં લંડનથી પરત સ્‍વદેશ આવ્‍યા બાદ અહીં જોબ કન્‍સ્‍લટન્‍સીનો વ્‍યવસાય કરૂ છું. સને.2019 ની સાલમાં ફેસબુક સાઇટ પર સર્ચ દરમ્‍યાન અમેરિકા સ્‍થ‍િત એલીઝાબેથ નામની યુવતિને ફ્રેન્‍ડ રીકવેસ્‍ટ મોકલી હતી. જે ઘણા દિવસો બાદ રીકવેસ્‍ટ એકસેપ્‍ટ કરતા મૈ મેસેન્‍જરમાં મેસેજ કરેલ જેનો રીપ્‍લાય આવતા અમારા વચ્‍ચે સામાન્‍ય વાતચીતનો દોર શરૂ થયો હતો. દરમ્‍યાન એક વખત મૈ તેની પાસે તેના વોટસએપ નંબર માંગતા અમો બંન્‍નેએ એકબીજાને નંબરો આપ્‍યા હતા.

ત્‍યારબાદ ઘણા દિવસો પછી એલીઝાબેથનો સામેથી અચાનક વોટસઅપમાં વિડીયો કોલ આવ્‍યો હતો. ત્‍યારપછી છએક માસના સમયગાળા દરમ્‍યાન અમારા બંન્‍ને વચ્‍ચે મારા અભ્‍યાસ અને પરીવાર તથા તેના સંબંઘી વિષેની વાતચીતો થઇ હતી. આ વાતચીત દરમ્‍યાન અમો બંન્‍નેને એકબીજા ઉપર લાગણી બંઘાઇ હતી. જેમાં મૈ સામેથી તેને મારી અંદર તેના માટે રહેલી પ્રેમની લાગણી વ્‍યકત કરી હતી. ત્‍યારે તેણીએ મારી રહેણી-કહેણી, કલ્‍ચર સહિતની બાબતો જાણવા અને વિચારવા માટે થોડો સમય માંગ્‍યો હતો. ત્‍યારબાદ થોડા સમય વિતી ગયા બાદ તેણીએ તેની મારા પ્રત્‍યેની લાગણી વ્‍યકત કરી હતી. બાદમાં અમો બંન્‍નેએ પોત પોતાના પરીવારજનોને વાત કરી હતી. ત્‍યારબાદ એક વખત એલીઝાબેથએ તેના ભાઇ અને બહેન સાથે મારી વાત કરાવેલ જે સકારાત્‍મક રહી હોવાથી તેણીના પરીવારજનો પ્રભાવિત થયા હતા. બાદમાં એલીઝાબેથએ મારી સાથે લગ્‍ન કરવાનું નકકી કરી અત્રે ભારત આવવાની વાત કરી હતી. જેને મૈ સ્‍વીકારતા પ્રથમ નિયમ મુજબ અમો બંન્‍નેએ સિવીલ મેરેજ કર્યા હતા. બાદમાં એલીઝાબેથએ અત્રે આવી હિન્‍દુવિઘિ મુજબ લગ્‍ન કરવાનો આગ્રહભરી વિનંતી કરી હતી. જેને પણ સહજતાથી સ્‍વીકારી અમોએ ગીર ખાતે થોડા સમય પૂર્વે અમો બંન્‍નેએ આપણી હિન્‍દુ સંસ્‍કૃત મુજબ વિઘિ વિઘાનથી લગ્‍ન કર્યા હતા.

વઘુમાં યુવક બલદેવએ આહીર જણાવેલ કે, અમો બંન્‍નેએ પોતાની પ્રેમની લાગણી વ્‍યકત કરી હતી. ત્‍યારબાદ મારી માતા તથા બહેનને અમારી પ્રેમ કહાનીની સંપૂર્ણ વાત કરી હતી. જેથી મારા પરીવારજનોએ એલીઝાબેથ સાથે વાતચીત કરેલ ત્‍યારે તેઓ પ્રભાવિત થઇ લગ્‍ન કરવાની સહમતિ આપી હતી. જે અમારી મિત્રતા પ્રેમ સુઘી પહોંચેલ ત્‍યાંથી દાંપત્‍ય જીવન સુઘી પહોંચવામાં ટર્નીગ પોઇન્‍ટ સાબિત થઇ હતી.

આ અંગે યુવકના બહેન નિર્મળાએ જણાવેલ કે, અમોને વાત કરેલ ત્‍યારે અમોએ એક જ વાત કહેલ કે તારી ખુશીમાં અમારી ખુશી છે. જયારે અમોએ એલીઝાબેથ સાથે વાતચીત કરી ત્‍યારે તેણીએ પ્રથમ પ્રશ્ન કરેલ કે હું તારી સાથે લગ્‍ન કરી તને અમેરિકા લઇ જાવ તો તારી માતાનું શું ? જે સવાલએ તેણીમાં રહેલી અખૂટ લાગણીઓનો પરીચય કરાવતા અમોએ લગ્‍ન માટે સહમતિ આપી હતી. એલીઝાબેથમાં પરીવાર ભાવનની લાગણી અપરંપાર છે જેની અમોને અનુભુતિ થઇ રહી છે.

આમ વર્તમાન સમયમાં સોશીયલ મિડીયાની સાઇટો ઉપર સવાલો ઉભા થઇ રહયા છે એવા સમયે ગીર પંથકના યુવાનની ફેસબુક સાઇટના માઘ્‍યમથી શરૂ થયેલ મિત્રતા પ્રેમમાં અને ત્‍યાંથી આગળ વઘીને દાંપત્‍ય જીવન સુઘી પહોંચી છે.

આ પણ વાંચો : કર્ણાટકમાં હિજાબ બાદ શાળામાં બાઇબલ પર વિવાદ,જાણો સમગ્ર વિગત

ગુજરાતનું ગૌરવ