કાર્યવાહી/ લોકડાઉન બાબતે ખોટી અફવા ફેલાવી યુવકને ભારે પડી

કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોમાં ખોટી અફવા ફેલાવવાનું પણ એટલું જ ચાલી રહ્યું છે. કોરોના બ્લાસ્ટના પગલે રાજ્યભરના મોટા શહેરમાં લોકડાઉનનો મેસેજ વહેતો કરનાર વેપારીને પોલીસે ઝડપી લીધો છે. થોડા દિવસો અગાઉ સોશ્યલ મીડીયામાં લોકડાઉન અંગે ખોટી અફવા ફેલાવતી પોસ્ટ કરનાર સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી ભેસ્તાનના વેપારીની ધરપકડ કરી છે.હાલ […]

Gujarat Surat
untitled 1618221024 લોકડાઉન બાબતે ખોટી અફવા ફેલાવી યુવકને ભારે પડી

કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોમાં ખોટી અફવા ફેલાવવાનું પણ એટલું જ ચાલી રહ્યું છે. કોરોના બ્લાસ્ટના પગલે રાજ્યભરના મોટા શહેરમાં લોકડાઉનનો મેસેજ વહેતો કરનાર વેપારીને પોલીસે ઝડપી લીધો છે. થોડા દિવસો અગાઉ સોશ્યલ મીડીયામાં લોકડાઉન અંગે ખોટી અફવા ફેલાવતી પોસ્ટ કરનાર સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી ભેસ્તાનના વેપારીની ધરપકડ કરી છે.હાલ વેપારીની પૂછપરછ કરી તેની સાથે સામે લોકો અંગે પોલીસે તપાસ આદરી છે.

કોવિડ-૧૯ અંગે ખોટી અફવા ફેલાવી ખોટો ભય જાહેર કરી જાહેર જનતામાં અફરાતફરી તથા ભય ફેલાવવાનાઈરાદે અતિશયોક્તિ ભરી માહિતી ફેલાવી જાહેર જનતામાં ગભરાટ ઉભો કરતા ફોટો વાઈરલ કર્યો હતો. આ અંગે સાબયર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી ગુન્હામાં સંડોવાયેલા આનંદ ગીરજાશંકર શુકલા (ઉ.વ.48.રહે,દિપજ્યોત સોસાયટી પોસ્ટ ઓફિસ પાસે ભેસ્તાન) ધરપકડ કરી આગળની કાર્યવાહી છે. વધુમાં સાયબર સેલ દ્વારા સોશિયલ મીડીયા ઉપર સતત વોચ રાખવામાં આવતી હોય છે જે આવા મેસેજ બનાવશે તથા આવા મેસેજ ખરાઈ કર્યા વગર કોઈપણ સોશિયલ મીડીયા ઉપર ફોરવર્ડ કરશે તેની વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.