ગુજરાત/ ધોરણ 7નું પેપર ફૂટ્યું, બે દિવસ પૂરતી પરીક્ષા રદ્દ

તળાજાના નેસવડની પ્રાથમિક શાળામાં પરીક્ષાના પેપરની ચોરી થઇ હતી. જેમાં ધોરણ 6, 7 અને 8ના પેપરની ચોરી થઈ છે. તેમજ ગઈરાત્રે શાળાના તાળા તોડી પેપર ચોરવામાં આવ્યા છે. તેમાં સીલ પેક કવરમાંથી બે-બે પેપરની ચોરી કરવામાં આવી છે.

Top Stories Gujarat
Untitled 19 20 ધોરણ 7નું પેપર ફૂટ્યું, બે દિવસ પૂરતી પરીક્ષા રદ્દ

ગુજરાત રાજ્યમાં હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે અને સરકારી શાળાઓમાં બોર્ડ પરીક્ષા પદ્ધતિ મુજબ એક સરખા પ્રશ્નપત્રો જ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લેવાય છે. ભાવનગરના તળાજા તાલુકાની નેસવડ પ્રા. શાળામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થઈ છે હોવાથી 22 અને 23 એપ્રિલના રોજ યોજાનાર ધોરણ 7ની પરીક્ષા સરકારે રદ્દ કરી છે. સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા યોજાશે.

ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં પણ એના એ જ પ્રશ્નપત્રો ભાષાંતરિત થઈને પૂછાતા હોવા છતાંય ગુજરાતી સિવાયના અન્ય માધ્યમોની પરીક્ષા રદ્દ કરી નથી.

નોધનીય છે કે, તળાજાના નેસવડની પ્રાથમિક શાળામાં પરીક્ષાના પેપરની ચોરી થઇ હતી. જેમાં ધોરણ 6, 7 અને 8ના પેપરની ચોરી થઈ છે. તેમજ ગઈરાત્રે શાળાના તાળા તોડી પેપર ચોરવામાં આવ્યા છે. તેમાં સીલ પેક કવરમાંથી બે-બે પેપરની ચોરી કરવામાં આવી છે.

પેપર ચોરીને લઈ એસપીએ જણાવ્યું છે કે પોલીસની તપાસ શરૂ છે. તેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, SOG, ડોગ સ્કવોડ તપાસમાં જોડાઇ છે. પ્રાથમિક શાળાના પ્રશ્નપત્રો ચોરાયાની રાજ્યમાં પ્રથમ ઘટના બની છે. તેથી પ્રશ્નોપત્રો ચોરાતા 22 અને 23 તારીખની પરીક્ષા રદ કરવામાં આવી છે. તેમજ તળાજા કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયા શાળાની મુલાકાત લેશે.

રાજકીય/ પ્રશાંત કિશોર આજે કોંગ્રેસમાં જોડાવાની કરશે જાહેરાત, 600 સ્લાઈડ્સનું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું

મંતવ્ય