સુરેન્દ્રનગર/ પોલીસ ભરતીમાં છબરડા કરીને પાસ થનારા 5 ઉમેદવાર ઝડપાયા

સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે છેલ્લા અનેક દિવસથી પોલીસ અને પીએસઆઇ માટેની શારીરિક કસોટીની પરીક્ષા યોજવામાં આવી રહી છે તેવા સંજોગોમાં અનેક ઉમેદવારો એ શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પરીક્ષા આપી છે

Gujarat
Untitled 34 1 પોલીસ ભરતીમાં છબરડા કરીને પાસ થનારા 5 ઉમેદવાર ઝડપાયા

હાલ સમગ્ર રાજયના અલગ અલગ જીલ્લાઓમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પો.સ.ઇ./લોકરક્ષક કેડરની શારીરીક કસોટી ચાલુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ખાતેના જવાહર પરેડ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે પ્રવિણકુમાર, ડી.સી.પી. ઝોન-1, રાજકોટના માર્ગદશર્ન અને સુપરવિઝન હેઠળ તેમજ નોડલ ઓફિસર પી.કે.પટેલ ના.પો.અધિ. મુખ્ય મથક સુ.નગરનાઓ  રોજ સવાર કલાક 05/00 વાગ્યે શારિરીક કસોટીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હતી અને કલાક 9-00 વાગ્યાના સમયની લઇ ઉમેદવારોને કોલલેટરમાં જણાવેલ સુચના મુજબ પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ હતી.

આ પણ વાંચો ;Fact Check / ગાયનું છાણ ખાતા ડોક્ટર એકવાર ફરી આવ્યા ચર્ચામાં, જાણો શું છે મામલો

સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે છેલ્લા અનેક દિવસથી પોલીસ અને પીએસઆઇ માટેની શારીરિક કસોટીની પરીક્ષા યોજવામાં આવી રહી છે તેવા સંજોગોમાં અનેક ઉમેદવારો એ શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે પરીક્ષા આપી છે ત્યારે ગઈકાલે સવારે શારીરિક કસોટી આપના રાજકોટના ચાર અને અન્ય એક જિલ્લાના ઉમેદવાર દ્વારા કોલ લેટરમાં છેડછાડ કરવામાં આવી હતી અને સમયમાં ફેરફાર કરી અને પરીક્ષા આપી અને પાસ પણ થઇ ગયા હતા તે સમયે ત્યાંના સ્થાનિક સ્ટાફ દ્વારા આ પાંચ ઉમેદવારોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો તેવા સંજોગોમાં ઝડપાયેલા ઉમેદવારોના રિમાન્ડ સીટી પોલીસ દ્વારા માંગવામાં આવશે અને આ બાબતે આગળની તપાસ કામગીરી હાથ ધરવામાં આવશે એવું હાલમાં પોલીસ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો ;સાવધાન! / બંગાળમાં નોંધાયો ઓમિક્રોનનો પહેલો કેસ, 7 વર્ષનાં બાળકમાં જોવા મળ્યા લક્ષણ

આઈની શારીરિક કસોટીમાં કોલ લેટરમાં છેડછાડ કરનાર રાજકોટના ભકિતનગર પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ હોવાનો ધડાકો થયો છે.જેમાં પાચ આરોપી ઉમેદવારોમાં મુંજકા રહેતો મહેશ દિનેશભાઇ સેગલીયા હાલમાં જ પ્રમોશન મેળવી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો હતો. પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે….