Not Set/ કરફ્યુનાં ફાયદા પણ છે…જાણીલો અમદાવાદની હવા કેવી અને કેટલી બની શુદ્ધ

કોરોના એ પોતાનાં કપરાકાળમાં અનેક પરિવર્તનો લાવી દીધા છે અને ભૂતકાળમા કોરોનાનાં કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં સૌથી સારી અસરો થઇ હોય તો તે પર્યાવરણ હતું, તે જાણકારી પણ વિદિત છે

Ahmedabad Gujarat
pure air કરફ્યુનાં ફાયદા પણ છે...જાણીલો અમદાવાદની હવા કેવી અને કેટલી બની શુદ્ધ
  • અમદાવાદની હવા બની શુદ્ધ
  • એર ક્વોલિટી ઈન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો
  • કરફ્યુમાં વાહનો બંધ રહેતા હવા બની શુદ્ધ

કોરોના એ પોતાનાં કપરાકાળમાં અનેક પરિવર્તનો લાવી દીધા છે અને ભૂતકાળમા કોરોનાનાં કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં સૌથી સારી અસરો થઇ હોય તો તે પર્યાવરણ હતું, તે જાણકારી પણ વિદિત છે. દુનિયાનાં અનેક દેશોમાં આબોહવા શુધ્ધત્તમ થઇ ગઇ અને અનેક પ્રકારનાં પ્રદુષ્ણો અત્યંત તળીયે જતા રહ્યાનું વિશ્વભરમાં નોંધવામાં આવ્યું હતું. અચ્છા ત્યારે જો આ વાત નોટીશ ન કરી હોય તો અત્યારે ચોક્કસ કરી લો… આવો આપણે જોઇએ કે કફ્ત થોડા કલાકોનાં કરફ્યુ એ અમાદાવાદ શહેરના વાતાવરણમાં કેવો બદલો લાવી દીધો છે.

વાત કરવામાં આવે અમદાવાદ શહેરના વાતાવરણની તો મેગાસીટી હોવાનાં કારણે ધૂડ-ધૂમાણો અને પ્રદુષ્ણ શહેરનું અવિભાજ્ય અંગ જ બની ગયું છે તેવુ કહેવુ જરા પણ અતિશયોક્તિ નહી લાગે, પરંતુ કોરોનાનાં કારણે પહેલા પણ અને હાલ લાગુ કરવામાં આવેલા લોકડાઉન કે કરફ્યુનાં કારણે કોઇને ફાયદો થયો હોય કે નુકશાન તે નક્કી કરવુ મુશ્કેલ છે પરંતુ અમદાવાદની અબોહવાને તો ફાયદો થયો જ છે અને તેની સાબિતી પણ છે.

જી હા, માત્ર થોડા કલાકોનાં કરફ્યુનાં કારણે અમદાવાદની હવા શુદ્ધ બની ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં ભારે અને નોંધપાત્ર સુધારો જોવામાં આવ્યો છે. શહેરમાં પ્રદુષ્ણ લેવલમાં નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. ખાસ કરીને  કરફ્યુમાં વાહનો બંધ રહેતા હવા શુદ્ધ બની હોવાની જાણકારી સત્તાવાર રીતે સામે આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….