Not Set/ દાડમનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ…

દાડમમાં મલતા બે ત્તત્વોના કારણે તે ખૂબ કિંમતી ફળ બની ગયું છે. આ તત્વ છે પુનિકેલાજિંસ અને પુનિસિક એસિડ. પુનિકેલાજિંસ એન્ટીઓક્સિડેંટ છે

Lifestyle
Untitled 255 દાડમનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ...

દાડમ ની છાલ પાચનશક્તિ વધારે છે. મીઠા દાડમ તરસ, દાહ અને તાવ માં પણ ખુબ જ ફાયદાકારક છે. વળી એ પિત્તશામક હોઈ, પિત્ત પ્રક્રુતીવાળા માણસોને પણ માફક આવે છે. આ મીઠા દાડમ વાયુ પ્રકૃતિવાળા માટે ઉત્તમ છે. દાડમ બળ અને બુદ્ધિ વધારે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે દાડમમાં 10 થી 15 ટકા જેટલી શર્કરા હોય છે. લાલ દાડમ માં લોહતત્વ વધારે હોય છે. દાડમ ની છાલ પાચનશક્તિ વધારવામાં ઉપયોગી છે.

જુના મરડામાં લવિંગ સાથે ઉકારીને તે આપવાથી બીજા ઉપચારો કરતા તે વધારે ગુણ આપે છે. દાડમના દાણા અને દાડમનો રસ પેટની પીડાનો નાશ કરનાર છે. તેના ફૂલ ગ્રાહી છે. દાડમના દાણામાંથી બનાવેલું શરબત રુચિકર અને પિત્તનાશક છે. દાડમ ખાવાથી શરીર માં એક પ્રકારની ચેતના-સ્ફૂર્તિ આવે છે..

Untitled 254 દાડમનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ...

કોઇપણ દ્રવ્યનો દવા તરીકે ઉપયોગ કરવા માટે આયુર્વેદ પાંચ ભૌતિક્ત્વનાં સિદ્ધાંતને અનુસરે છે. આ માટે જે તે દ્રવ્યની વિશિષ્ટતા તેમાં રહેલા રસ-ટેસ્ટ ખાટો, મીઠો વગેરે, ગુણ-દીપન, પાચન, સ્નીગ્ધ, ગ્રાહી વગેરે, વીર્ય-શીતવીર્ય, ઊષ્ણવીર્ય-એક્ટીવ પ્રિન્સીપલ અને વિપાક-શરીરમાં પાચન થયા બાદ તે દ્રવ્યનો રસ, પાચકરસો સાથે સંયોજાયા બાદ કેવો પરિણમે છે. આવી વિશિષ્ટ બાબતોને ધ્યાનમાં રાખી રોગ મટાડવા માટે વાપરવામાં આવે છે.

દાડમમાં મલતા બે ત્તત્વોના કારણે તે ખૂબ કિંમતી ફળ બની ગયું છે. આ તત્વ છે પુનિકેલાજિંસ અને પુનિસિક એસિડ. પુનિકેલાજિંસ એન્ટીઓક્સિડેંટ છે. જ્યારે પુનિસિક ફૈટી એસિડ છે. આ ઉપરાંત દાડમમાં એન્ટી ઈંફ્લોમેટરી ગુણ મળે છે. જેના કારણે ડાયાબિટીશ, કેન્સર, અલ્ઝાઈમર, મોટાપો જેવી બિમારીઓથી લડવાની ક્ષમતા હોય છે. દાડમ બોડીમાં સર્કુલેશન ઠીક રાખે છે. શિયાળામાં દાડમનું સેવન ઈમ્યૂનિટીને સ્ટ્રોગ્સ બનાવે છે. દાડમમાં વિટામીન એ, સી અને ઈ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. દાડમ આર્થરાઈટિસથી બચાવે છે. સાથે જ પાચનને ઠીક રાખે છે. દાડમમાં એન્ટી એન્જીંગ ગુણ પણ રહેલું છે. તો આવો જાણીએ દાડમ કઈ કઈ રીતે ફાયદાકારક છે.

Untitled 255 દાડમનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ...

 બે અઠવાડીયા સુધી દરરોજ 150 એમએલ દાડમનો જ્યૂસ સેવન કરવાથી હાઈપરટેંશન ખૂબ ઓછુ થઈ જાય છે. અન્ય એક સંશોધનમાં એવુ પણ સામે આવ્યુ છે કે, દાડમનું સેવન બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં ફાયદાકારક છે. દાડમમાં રહેલા એન્ટીઓક્સિડેંટ્સ લોહીની વાહિકાઓમાં ફૈટ જમા થવા દેતું નથી.