Not Set/ ઉનાળામાં નવશેકું પાણી પીવાથી થાય છે અનેક ફાયદાઓ

ઉનાળામાં જો તમે ઠંડાના સ્થાને નવશેકું પાણી પીવો છો, તો આખું વર્ષ ફલૂ, ઉધરસ, શરદી જેવા સીઝનલ રોગથી સુરક્ષા મળશે. તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.

Health & Fitness Lifestyle
Untitled 32 ઉનાળામાં નવશેકું પાણી પીવાથી થાય છે અનેક ફાયદાઓ

ઉનાળાની ગરમીમાં નવશેકું પાણી પીવું એ અજીબ લાગી શકે છે. પણ સંશોધકોનું કહેવું છે કે,  એક વર્ષ સુધીજો ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું ગરમ પાણી પીવા લાગીએ તો બોડી એકદમ તંદુરસ્ત  રહે છે.દરરોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણીનું સેવન કરીએ તો તે આપણા શરીરમાં સરળતાથી ઓબસર્વ થઈ જાય છે. જેનાથી શરીર ખૂબ જ ટૂંકા સમયમાં હાઈડ્રેટેડ થવા લાગે છે.

1.શરીરને ડીટોક્સ કરે છે
જો આપણે સવારે ઉઠીને એક કપ ગરમ પાણી પી લઇએ તો શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં સહાયતા મળે છે. ઉપરાંત ગરમ અથવા નવશેકા પાણીમાં સેવનથી આંતરડાની અંદર રહેલા ભોજનને ઝડપથી બહાર કાઢી  અનેપાચનતંત્રને મજબૂત બનાવે છે તેવું મેડિકલ ડેઇલીનું માનવું છે. જો તમે જમતા પહેલા ઠંડુ પાણી પીવો છો, તો ખોરાકમાં રહેલા ઓઇલ સહિતના પદાર્થ ફેટમાં કન્વર્ટ થઈ આંતરડામાં એકઠા થઇ જાય છે.

Untitled 33 ઉનાળામાં નવશેકું પાણી પીવાથી થાય છે અનેક ફાયદાઓ

2. સીઝનલ બીમારી સામે આપે સુરક્ષા
ઉનાળામાં જો તમે ઠંડાના સ્થાને નવશેકું પાણી પીવો છો, તો આખું વર્ષ ફલૂ, ઉધરસ, શરદી જેવા સીઝનલ રોગથી સુરક્ષા મળશે. તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.

Untitled 34 ઉનાળામાં નવશેકું પાણી પીવાથી થાય છે અનેક ફાયદાઓ

 

3. કબજિયાતની સમસ્યામાંથી છુટકારો
નવશેકુ પાણી પીવાની આદત અનેક બીમારીથી દુર રાખે છે. ખાસ કરીને કબજિયાતની સમસ્યાથી છુટકારો આપે છે. જે લોકોને વહેલી સવારે કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે ખાલી પેટે નવશેકું પાણી પીવું જોઈએ. જેનાથી આંતરડામાં રહેલા ભોજન નો રસ્તો થઈ જશે પેટ સરળતાથી સાફ થશે.

Untitled 35 ઉનાળામાં નવશેકું પાણી પીવાથી થાય છે અનેક ફાયદાઓ

4. વજન ઓછું કરવા મદદરૂપ
જો તમે વજન ઓછું કરવા ઇચ્છતા હો તો પણ નવશેકુ પાણીનું સેવન ખૂબ મદદરૂપ થઈ શકે. નવશેકું પાણી પીવાથી વ્યક્તિ ચુસ્ત રહે છે. ગરમ પાણી શરીરના તાપમાનને વ્યવસ્થિત કરે છે અને મેટાબોલીઝમ રેટને વધારે છે. પેટની સાથે કિડનીને પણ તંદુરસ્ત રાખે છે. વહેલી સવારે નરણા કોઠે નવશેકુ પાણી લીંબુ સાથે પીવામાં આવે તો શરીરમાં ચરબી ઘટી જશે.

Untitled 36 ઉનાળામાં નવશેકું પાણી પીવાથી થાય છે અનેક ફાયદાઓ