Gujarat Weather forecast/ રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળની શક્યતા, ગરમીથી થશે રાહત!

જિલ્લામાં વંટોળની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ,……

Top Stories Gujarat Breaking News
Image 2024 05 30T091847.235 રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળની શક્યતા, ગરમીથી થશે રાહત!

Gujarat weather News: હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. 4 જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે આંધી, વંટોળની આગાહી કરવામાં આવી છે.

રેમલ વાવાઝોડાને કારણે દેશભરના વાતાવરણમાં ઘણાં ફેરફારો થયા છે, વાતાવરણમાં મોટા પલટા આવ્યા છે. કેરળમાં પણ 31 મેથી ચોમાસું એન્ટ્રી કરશે તેવા એંધાણ છે. રાજ્યના 4 જિલ્લામાં વંટોળની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. જેમાં 30 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહેશે.

આગામી 3 દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પર થી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે. ગરમીથી વાતાવરણમાં ઠંડક પ્રસરીજ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈ તપાસ તેજ, DGP અધિકારીઓની પૂછપરછ કરશે

આ પણ વાંચો: વલસાડમાં નદીમાં ડૂબવાથી 1નું મોત, 6નો આબાદ બચાવ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓની પૂછપરછ કરાઈ, વધુ ખુલાસા થવાની શક્યતા