આરોગ્ય કેન્દ્ર/ જૂનાગઢના ઝાલણસરના આરોગ્ય સેન્ટરમાં ડોક્ટર નથી, દર્દીઓની કફોડી હાલત

નર્સિંગ સ્ટાફ દ્ધારા ગામના લોકોને સામાન્ય દવાઓ આપવામાં આવી રહી છે

Gujarat
docter 1 જૂનાગઢના ઝાલણસરના આરોગ્ય સેન્ટરમાં ડોક્ટર નથી, દર્દીઓની કફોડી હાલત

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો ખુબ વધી રહ્યા છે અને ચિંતાજનક બાબત એ છે કે ગામડામાં પણ કોરોના ફેલાઇ ગયો છે.અને મહત્વની બાબત એ છે કે આરોગ્ય કેન્દ્રમાં કોઇ ડોકટર નથી.ઝાલણસર ગામમાં ભયજનક માહોલની વચ્ચે બંધ જોવા મળી રહ્યું છે. કોરોના સંક્રમણને કારણે ગામના બજારો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે. લોકોની અવરજવર પણ એકદમ બંધ જોવા મળી રહી છે. જેને કારણે,  ગામ સુમસામ બની ગયું છે. પાછલા એક અઠવાડિયાથી ગામલોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. આ ગામમાં પ્રતિદિન 20થી 30 જેટલા કેસો બહાર આવતા હતા. આ દરમિયાન, 8 જેટલા લોકોના મોત પણ કોરોના સંક્રમણને કારણે થયા છે. જેને કારણે ગામમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.આ ગામના આરોગ્ય સેન્ટરમાં કોઇ ડોકટર હાલ નથી.

ગામની વસ્તી આશરે 3500 અંદાજિત છે અહિંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો છે પરતું  કોઈ પણ તબીબની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી. અહીં નર્સિંગ સ્ટાફ દ્વારા ગામના લોકોને સામાન્ય પરિસ્થિતિમાં સામાન્ય દવાઓ આપવામાં આવી રહી છે. ત્યારે, કોરોનાના કપરા કાળમાં ગામના લોકો તબીબી સુવિધાઓને લઈને પણ અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.  આવી પરિસ્થિતિ વચ્ચે સામાજિક સંસ્થાઓ દ્વારા ગામની નજીક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જેથી ગામને તબીબી સહાય મળી રહી છે. પરંતુ, ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં પણ અહીં પૂરતી તબીબી સહાય આજદિન સુધી ઊભી કરવામાં આવી નથી. સરકારના દાવાઓની વચ્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તબીબો વગર આજે પણ જોવા મળી રહ્યા છે.ઉલ્લેખની છે કે મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ગામના આરોગ્ય સેન્ટરો તબીબો વગર સૂના પડેલા છે.દર્દીઓ માટે ભારે હાલાકી છે.