Cricket/ ભારતનાં આ 3 બેટ્સમેન જેમણે એક ઈનિંગમાં ફટકારી સૌથી વધુ બાઉન્ડ્રી

જ્યારે બેટ્સમેન બોલને બાઉન્ડ્રી બહાર મોકલે છે ત્યારે ક્રિકેટનાં ચાહકોને સૌથી વધુ મનોરંજન મળે છે. જરા વિચારો કે તે મેચોમાં શું થયું હશે જ્યારે બેટ્સમેનોએ મેચમાં સૌથી વધુ ચોક્કા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હોય…

Sports
Makar 109 ભારતનાં આ 3 બેટ્સમેન જેમણે એક ઈનિંગમાં ફટકારી સૌથી વધુ બાઉન્ડ્રી

જ્યારે બેટ્સમેન બોલને બાઉન્ડ્રી બહાર મોકલે છે ત્યારે ક્રિકેટનાં ચાહકોને સૌથી વધુ મનોરંજન મળે છે. જરા વિચારો કે તે મેચોમાં શું થયું હશે જ્યારે બેટ્સમેનોએ મેચમાં સૌથી વધુ ચોક્કા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હોય. આજે અમે તમને તે મેચો વિશે જણાવીશું જેમાં બેટ્સમેનોએ એટલા ચોક્કા ફટકાર્યા હતા કે એવું લાગી રહ્યું હતું કે જમીન પર ચોક્કાનું પૂર આવી ગયુ છે. કયા બેટ્સમેનનું નામ છે, એક ઈનિંગમાં સૌથી વધુ ચોક્કા લગાવવાનાં રેકોર્ડમાં આવો જાણીએ.

રોહિત શર્મા (શ્રીલંકા સામે 33 ચોક્કા):

Makar 111 ભારતનાં આ 3 બેટ્સમેન જેમણે એક ઈનિંગમાં ફટકારી સૌથી વધુ બાઉન્ડ્રી

ભારતનાં ઓપનર રોહિત શર્માએ એક ઇનિંગમાં સૌથી વધુ ચોક્કા લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે 13 નવેમ્બર 2014 નાં રોજ શ્રીલંકા સામે 173 બોલમાં 264 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં રોહિતે 33 ચોક્કા ફટકાર્યા હતા. આ સિવાય રોહિતનાં બેટથી 9 સિક્સર પણ નિકળી હતી.

સચિન તેંડુલકર (દક્ષિણ આફ્રિકા સામે 25 ચોક્કા):

Makar 112 ભારતનાં આ 3 બેટ્સમેન જેમણે એક ઈનિંગમાં ફટકારી સૌથી વધુ બાઉન્ડ્રી

ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચિન તેંદુલકર આ યાદીમાં બીજા ક્રમે આવે છે. સચિને વર્ષ 2010 માં દક્ષિણ આફ્રિકા સામે વનડે ઇતિહાસમાં પ્રથમ વખત બેવડી સદી ફટકારી હતી. આ ઇનિંગ્સમાં સચિને 25 ચોક્કા ફટકાર્યા હતા. સચિને તેની ઇનિંગ્સમાં 3 સિક્સર પણ ફટકારી હતી.

વીરેન્દ્ર સેહવાગ (વેસ્ટ ઇન્ડીઝ સામે 25 ચોક્કા):

Makar 110 ભારતનાં આ 3 બેટ્સમેન જેમણે એક ઈનિંગમાં ફટકારી સૌથી વધુ બાઉન્ડ્રી

ભારતનાં ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ આ યાદીમાં ત્રીજા ક્રમે આવે છે. જ્યારે સેહવાગ તેના રંગમાં હોય છે, ત્યારે તે બોલરોને ઉંઘ હરામ કરી દે છે. 2011 માં વેસ્ટ ઇન્ડીઝ સાથે પણ આવું જ કંઈક બન્યું હતું. સેહવાગનું વાવાઝોડા વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે આવી ગયુ હતુ. સેહવાગે 219 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં સહેવાગે 25 ચોક્કા અને 7 છક્કા ફટકાર્યા હતા.

Cricket / ભારતીય ખેલાડીઓ પર થઇ વંશીય ટિપ્પણી, જાણો શું છે સમગ્ર મામલો…

Cricket / જાણો ક્યારે શરૂ થઈ શકે છે IPL ની નવી સીઝન?…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો