Privatisation/ આ ચાર બેંકો ખાનગી બનવાના સંકેત, હજારો લોકોની નોકરી પર તોળાતો ખતરો

સરકારી બેંકોમાં નોકરી કરતા કર્મચારીઓ માટે માઠા સમાચાર આવી શકે તેમ છે.કારણ કે તેઓ અત્યાર સુધી જે બેંકમાં નોકરી કરતા હતા તે ખાનગી બની શકે તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે.કેન્દ્ર સરકારે 4 મિડસાઈઝ સરકારી બેંકોને

Top Stories Business
bank 5 આ ચાર બેંકો ખાનગી બનવાના સંકેત, હજારો લોકોની નોકરી પર તોળાતો ખતરો

સરકારી બેંકોમાં નોકરી કરતા કર્મચારીઓ માટે માઠા સમાચાર આવી શકે તેમ છે.કારણ કે તેઓ અત્યાર સુધી જે બેંકમાં નોકરી કરતા હતા તે ખાનગી બની શકે તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે.કેન્દ્ર સરકારે 4 મિડસાઈઝ સરકારી બેંકોને ખાનગીકરણ માટે શોર્ટ લિસ્ટ કરી છે. અને ટૂંક સમયમાં તેને સરકારીમાંથી ખાનગી બનાવવામાં આવશે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ પ્રમાણે જે 4 સરકારી બેંકોને પ્રાઈવેટાઈઝેશન માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. તેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર , બેંક ઓફ ઈન્ડિયા , ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું નામ છે. સરકારી બેંકોમાં ભાગીદારી વેચીને સરકાર રેવન્યુને વધારવા માગે છે. જેથી તે પૈસાનો ઉપયોગ સરકારી યોજનાઓ પર થઈ શકે.

Image result for image of bank

Rajkot / ચૂંટણી આવી ખુશીઓ લાવી, વિવિધ પ્રકારની દંડવસૂલાતમાંથી સામાન્ય પ્રજાને મુક્તિ

હજારો કર્મચારીઓની હાજરીવાળા બેન્કિંગ સેક્ટરમાં ખાનગીકરણ રાજકીય રીતે એક જોખમ ભરેલું કામ છે. કેમ કે તેનાથી નોકરીઓ પર મોટું સંકટ આવી શકે છે. બેંક યુનિયન્સના એક અનુમાન પ્રમાણે બેંક ઓફ ઈન્ડિયામાં લગભગ 50,000 કર્મચારી છે. તો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 33,000, બેંક ઓફ મહારાષ્ટ્રમાં લગભગ 13,000 અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 26,000 કર્મચારી છે. બેંક ઓફ મહારાષ્ટ્રમાં ઓછા કર્મચારી હોવાના કારણે તેનું ખાનગીકરણ સરળ બની શકે છે. અને તેના કારણે તેને સૌથી પહેલાં પ્રાઈવેટ બનાવવામાં આવે.શોર્ટ લિસ્ટ કરવામાં આવેલ આ 4 બેંકમાંથી 2નું ખાનગીકરણ નવા શરૂ થતાં નાણાંકીય વર્ષ 2021-22થી થશે. સરકાર બેંકિંગ સેક્ટરમાં ખાનગીકરણના પહેલા તબક્કા અંતર્ગત મિડ સાઈઝ અને નાની બેંકોમાં ભાગીદારી વેચવા પર વિચાર કરી રહી છે. આવનારા વર્ષોમાં સરકાર દેશની મોટી બેંકો પર જુગાર રમી શકે છે.

 

sucess / UAE એ રચ્યો ઇતિહાસ, ભારતના મિશન મંગલ જેવું હોપ માર્સ મિશન સફળ, સ્પેસ ક્રાફ્ટ ‘હોપ’ મંગળ ગ્રહની નજીક પહોંચ્યું

આ મામલામાં નાણાં મંત્રાલય તરફથી કોઈ માહિતી મળી શકી નથી. જોકે આ સામે આવ્યું છે કે સરકાર દેશની સૌથી મોટી બેંક SBIમાં પોતાની મોટી ભાગીદારી જાળવી રાખશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021ને રજૂ કરતાં પોતાના ભાષણમાં જાહેરાત કરી હતી કે સાર્વજનિક ક્ષેત્રની બે બેંકો અને એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવાની યોજના છે. કેમ કે આ સમયે કેન્દ્ર સરકાર રોકાણ પર વધારે ધ્યાન આપી રહી છે.

Image result for image of bank

કૃષિ આંદોલન / ગ્રેટા,દિશા કે રિહાના અમારા કાર્યક્રમો નહીં ઘડે, ખેડૂતો ઘડશે : રાકેશ ટિકૈત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…