કીમિયાગર/ ફ્લેટ ખરીદ્યાનું બહાનું બતાવી ઘર સાફ કરી ગયા

વલસાડના રામવાડી વિસ્તારમાં ચોરીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે.  આ ચોરીમાં તસ્કરો ધોળા દિવસે ઘરનો સામાન સાફ કરી ગયા હતા. આ ચોરીની ખાસિયત એ હતી કે તસ્કરો ફ્લેટ ખરીદ્યો હોવાનું બ્હાનું બતાવીને બિલ્ડિંગમાં ઘૂસ્યા હતા.

Gujarat
Mantavyanews 3 6 ફ્લેટ ખરીદ્યાનું બહાનું બતાવી ઘર સાફ કરી ગયા

@મયૂર જોશી

વલસાડઃ વલસાડના રામવાડી વિસ્તારમાં ચોરીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે.  આ ચોરીમાં તસ્કરો ધોળા દિવસે ઘરનો સામાન સાફ કરી ગયા હતા. આ ચોરીની ખાસિયત એ હતી કે તસ્કરો ફ્લેટ ખરીદ્યો હોવાનું બ્હાનું બતાવીને બિલ્ડિંગમાં ઘૂસ્યા હતા.

તેના પછી પડોશીઓએ પૂછતા તેઓએ કુંભ ઘડો મૂકવા આવ્યા છે તેમ જણાવ્યું હતું. તેઓએ પાછી વાતો એ રીતે કરી હતી કે જાણે તેઓએ જ ફ્લેટ લઈ લીધો છે. કોઈને કલ્પના પણ ન આવી કે આ કીં ફ્લેટ જોવા કે કુંભઘડો મૂકવા નથી આવ્યા, પણ ચોર છે. તેના પછી ફ્લેટમાંથી ટીવી, ફ્રીજ સહિતની બધી ઘરવખરીની ચોરી કરી હતી. આ ચોરીની જાણ તો પાછી કોઈને થઈ જ ન હતી, બે દિવસ પછી મકાનમાલિક ઘરે પરત ફર્યો ત્યારે ખબર પડી કે ચોરી થઈ છે.  વલસાડ સિટી પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચોરની આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી વલસાડ પોલીસ પણ દંગ રહી ગઈ હતી. તેણે આ રીતે બિલ્ડિંગમાં ઘૂસી આવતા અજાણ્યા લોકોના તથા કોઈના પણ સગાસંબંધી ન હોય તેવા લોકોના કમસેકમ ઓળખપત્ર ચેક કરવા જોઈએ તેમ જણાવ્યું હતું. તેની સાથે ફ્લેટના માલિક અંગે સિક્યોરિટી મેન જાણતો ન હોવા અંગે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. લોકોમાં તકેદારી વધવાની સાથે-સાથે હવે ચોર પણ ચોરી કરવા માટે નીતનવા કીમિયા અપનાવી રહ્યા છે. તેથી પોલીસે લોકોને વધુ સાવધાની રાખવા અને તકેદારી રાખવા જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 5 ફ્લેટ ખરીદ્યાનું બહાનું બતાવી ઘર સાફ કરી ગયા


આ પણ વાંચોઃ West Bengal/ AAP બાદ હવે TMC મંત્રી પણ EDના રડાર પર

આ પણ વાંચોઃ Surat-Youth Death/ સુરતમાં ગરબા રમતા 28 વર્ષીય યુવકનું મોત

આ પણ વાંચોઃ Japan Earthquake/ જાપાનમાં ભૂકંપના કારણે તબાહી, 6.6ની તીવ્રતા, સુનામીની ચેતવણી જારી