રાજકોટ/ ખંઢેરી સ્ટેડીયમ નજીક મંદિરમાંથી ચોરો પ કિલો ચાંદી ચોરી ગયા

આ મંદિરમાં બે વખત ચોરીનો પ્રયાસથયો હતો મંદિર ટ્રાફીકથી ધમધમતા વિસ્તારમાં હોવા છતાં તસ્કરો નિર્ભય પૂર્વક ચોરી કરી ગયા હતા.

Gujarat
Untitled 95 ખંઢેરી સ્ટેડીયમ નજીક મંદિરમાંથી ચોરો પ કિલો ચાંદી ચોરી ગયા

રાજકોટ આમ તો રંગીલું  શહેર છે  પરંતુ  આજ કાલ આ શ્હેરમાં  ગુનાખોરીના  કેસો વધતાં જોવા મળી રહ્યા  છે ત્યારે  એવો જ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટ-જામનગર હાઇવે ઉપર ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલ કરડીયા રજપુત સમાજના સુરાપુરા અને મહાદેવ મિેંદરમાં એક વર્ષમાં ત્રીજી વખત તસ્કરો ત્રાટકયા હતા. અને મંદિરમાંથી પ કિલો ચાંદીની ચોરી કરી જતા આ મામલતે પડધરી પોલીસમાં સેવકે ફરીયાદ નોંધાવી છે.મળતી માહીતી મુજબ જામનગર હાઇવે ઉપર ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલ કરડીયા રજપુત સમાજના મંદિરને ગત રાત્રીના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

આ પણ  વાંચો:Covid-19 / ગુજરાત ભાજપના વધુ એક દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત, જવાબદાર કોણ ?

મંદિરમાં પ્રવેશ કરી તસ્કરો મહાદેવના મંદિરમાં લગાડેલું 10 કિલો ચાંદીનું થાળુ કાપી આશરે પ કિલો જેટલું ચાંદી ચોરી ગયા હતા. પડધર રહેતા મંદિરના સેવક દેવાભાઇ જીણાભાઇ ડોડીયાએ આ અંગે પડધરી પોલીસમાં જાણ કરતા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ચોરી થઇ તે બનાવ સ્થળે દોડી ગયો હતો સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં પણ ચોરી ગયા હતા.

આ પણ  વાંચો;Omicron in India / ભારતમાં ત્રીજી લહેરના સંકેત… Omicron હવે ડેલ્ટા વેરિઅન્ટની જગ્યા લઈ રહ્યો છે……

અગાઉ પણ આ મંદિરમાં બે વખત ચોરીનો પ્રયાસથયો હતો મંદિર ટ્રાફીકથી ધમધમતા વિસ્તારમાં હોવા છતાં તસ્કરો નિર્ભય પૂર્વક ચોરી કરી ગયા હતા. પડધરી પોલીસે મંદિરના તેમજ આસપાસ હોટલમાં લગાડેલા સીસી ટીવી  કેમેરાના આધારે પોલીસે તસ્કરોની તપાસ માટે વધુ તપાસ શરુ કરી ચોરીમાં કોઇ જાણભેદુ હોવાનું શંકા વ્યકત કરવામાં આવી રહી છે.