રોડ અકસ્માત/ ધંધુકા નજીક ST બસ સાથે તુફાન અથડાતા નાના બાળકો સહિત 35 મુસાફરો ઘાયલ

બસમાં સવાર 56 માંથી 35 મુસાફરો ઘાયલ થયા છે. જેમાં ત્રણ નાના બાળકો સહિત 11 લોકોની હાલત ગંભીર છે. જો કે, 108 એમ્બ્યુલન્સ દ્વારા આ તમામ ઘાયલોને ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે…

Gujarat Others
ધંધુકા

સુરેન્દ્રનગરના ધંધુકા – બગોદરા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતાં અકસ્માત સર્જાયો છે. ખડોળ પાટિયા પાસે વહેલીસવારે બનેલી આ ઘટનામાં બસમાં સવાર 35 જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 3 નાના બાળકો સહિત 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી છે.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :અંગ્રેજોને સલામ કરનારા વાતો કરે છે ગાંધી ટોપીની : ગુજરાત કોંગ્રેસ

મળતી માહિતી અનુસાર, અમરેલી ડેપોની એસ.ટી. બસ નં. જી.જે. 18 ઝેડ 2161 લઈને ધંધુકા બગોદરા હાઈવે માર્ગ પરથી જઈ રહ્યા હતા તે વેળાએ સવારે 4 કલાકના અરસા દરમિયાન ઉક્ત તુફાન જીપના ચાલકે પોતાની જીપ પુરપાટ ઝડપે અને બેફીકરાઈ પૂર્વક ચલાવી રોંગ સાઈડમાં આવી તેઓની એસ.ટી. બસ સાથે ધડાકાભેર અથડાવી બસને નુકસાન પહોંચાડયું હતું જ્યારે અકસ્માતમાં તુફાન જીપના મુસાફરી કરતા આઠ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા તમામને અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :કોરોનાના કેસમાં નજીવો વધારો /  રાજય માં છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો 19 નોંધાયા

આપને જણાવી દઈએ કે, બસમાં સવાર 56 માંથી 35 મુસાફરો ઘાયલ થયા છે. જેમાં ત્રણ નાના બાળકો સહિત 11 લોકોની હાલત ગંભીર છે. જો કે, 108 એમ્બ્યુલન્સ દ્વારા આ તમામ ઘાયલોને ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે અને 4 લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી સૌરાષ્ટ્રના ટુર તરફ જતા સમયે અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો :લોકાર્પણ બાદ લૉક /  વિવાદોમાં ગરીબો માટેનું આશ્રયસ્થાન, રૈન બસેરાના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ

ઉલ્લેખનીય છે કે, રાજુલાની લાઠીક્રીયા સોસાયટીમાં રહેતા એસ.ટી. બસના ચાલક જેસ્મીનભાઈ ગીરીશભાઈ વાણિયાએ ધંધુકા પોલીસ મથકમાં તુફાન જીપ નં. એમ.પી. 69બી 0406ના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :ભેદ ઉકેલાયો /  નંદુરબારના જંગલમાં મહિલાની હત્યા કરનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો

આ પણ વાંચો :મોટી જાહેરાત /  રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં વધારની કરાઈ જાહેરાત

આ પણ વાંચો :ગુજરાત / કોરોના કાબુમાં આવતા આજે ગાંધીનગર સહિત આ પાલિકાઓની ચૂંટણી જાહેર થવાની સંભાવના