Narendra Modi Temple/ દરેક રાજ્યમાં PM નરેન્દ્ર મોદીના મંદિર બનાવશે આ અભિનેતા, કહ્યું- હું વડાપ્રધાનને ભગવાન માનું છું

અભિનેતા ફૂલ સિંહની વાત માનીએ તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરમ ભક્ત છે. તેઓ તેમની સાથે ભગવાનની જેમ વર્તે છે. એટલું જ નહીં, તેમણે પીએમ મોદીની તુલના મહાન શિવભક્ત અહલ્યાબાઈ હોલકર સાથે પણ કરી છે.

Trending Entertainment
PM નરેન્દ્ર મોદીના મંદિર

ફિલ્મ અભિનેતા ફૂલ સિંહ (Phool Singh) દેશના PM નરેન્દ્ર મોદીના મંદિર (Narendra Modi) દરેક રાજ્યમાં બનાવશે. તે પહેલા મુંબઈથી તેની શરૂઆત કરશે અને ત્યારબાદ બિહાર સહિત અન્ય રાજ્યોમાં પીએમ મોદીના મંદિરનું નિર્માણ કરશે. ફૂલ સિંહે બિહારમાં આ વાત કહી. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં ભાગ લેવા આવ્યા છે. મહારાષ્ટ્રમાં બિહાર સેલના પ્રમુખ ફૂલ સિંહે સ્પષ્ટ કહ્યું છે કે, “હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મંદિર બનાવી રહ્યો છું. જ્યાં લોકો તેમને ઓળખી શકશે અને વર્ષો-વર્ષો સુધી તેમની પૂજા કરશે.”

ફૂલ સિંહ બિહારના રહેવાસી છે. મહારાષ્ટ્ર તેમનું કાર્યસ્થળ છે. ફૂલ સિંહ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે નરેન્દ્ર મોદીના નામ પર મંદિર (Narendra Modi Temple) બનાવવાની વાત કરી. ફૂલ સિંહે બિહારના કલાકાર સુશાંત સિંહ રાજપૂત (Narendra Modi Temple) ના કેસને લઈને પણ આંદોલન કર્યું હતું. તેમણે કહ્યું કે, “જે રીતે અહલ્યાબાઈ શિવના વિશિષ્ટ ભક્ત હતા અને તેમના નામે મંદિર બનાવવામાં આવ્યું હતું. તેવી જ રીતે 400-500 વર્ષ પછી નરેન્દ્ર મોદી જેવો શિવભક્ત દેશ અને દુનિયામાં જોવા મળ્યો છે. લોકો ગમે તે કહે, પણ હું વડાપ્રધાનને ભગવાન માનું છું.”

ફૂલ સિંહે કહ્યું કે તેઓ બિહારથી મહારાષ્ટ્ર પરત ફરતા જ નરેન્દ્ર મોદીના મંદિરના નિર્માણનું ભૂમિપૂજન કરશે. તેમને ખાતરી છે કે 10 વર્ષમાં દેશમાં એવું કોઈ ગામ નહીં હોય, જ્યાં નરેન્દ્ર મોદીનું મંદિર નહીં હોય. ફૂલ સિંહે મહારાષ્ટ્રમાં શિવસેનાને લઈને ઉદ્ધવ ઠાકરે પર જોરદાર નિશાન સાધ્યું. બિહારમાં મહાગઠબંધન સરકાર અને નીતિશ કુમાર પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા.

બિહાર સરકાર પર આકરા પ્રહારો કરતાં ફૂલ સિંહે કહ્યું, “બિહારના લોકોને દરેક જગ્યાએ અપશબ્દો સાંભળવા મળે છે. અમે પણ અપશબ્દો સાંભળ્યા છે. જ્યાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ વિકાસની વાત કરે છે, તેઓ ઉદ્યોગો સ્થાપવાની વાત કરે છે, પરંતુ અમારા ત્યાં એક મુખ્યમંત્રી છે, જે જાતિની ગણતરી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જે લોકોએ સુશાંત સિંહ રાજપૂત કેસ પર રાજનીતિ કરી, તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું. આજે સ્થિતિ એવી છે કે તેમની સરકાર ગઈ છે. ચૂંટણી ચિન્હ ગયું છે.”

આ પણ વાંચો:અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં 6 વાર અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો: જાવેદ અખ્તરે જાણો કેમ કહ્યું કે ‘હું ત્રીજું વિશ્વ યુદ્ધ જીતી ગયો છું’

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના મોત,52થી વધુ ઇજાગ્રસ્ત,મૃત્યુઆંક વધે તેવી સંભાવના

આ પણ વાંચો:PM મોદીના કબર ખોદવાના નિવેદન મામલે જાણો કોંગ્રેસે શું કહ્યું…