ગુજરાત/ આ બીચને પણ સતત બીજા વર્ષે પણ મળ્યું બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ

મુખ્યમંત્રી દ્વારા વિશ્વ કક્ષાના બીચ બનાવવાની જાહેરાત કરાઈ હતી ત્યારે શિવરાજપુર બીચને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળતા વિકાસને પણ વધુ વેગ મળશે

Gujarat Others
Untitled 154 આ બીચને પણ સતત બીજા વર્ષે પણ મળ્યું બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ

   ગુજરાતનું તેમાં પણ લોકો નું ફરવા માટેનું   સ્થળ  એટલે  દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ. આ બીચને  વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચ  ને બીજા વર્ષે બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. ત્યારે ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગને ફરકાવવામાં આવ્યો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા વિશ્વકક્ષાનું બીચ બનાવવાની વાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો ;અમદાવાદીઓને નવરાત્રી ગિફ્ટમાં મોંઘવારીનો ડામ / પેટ્રોલ પ્રતિ લિટર 100 રુપિયાને પાર થયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને સતત બીજા વર્ષે બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. વર્ષ 2021-22 માટે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે શિવરાજપુર બીચને સ્થાન મળતા વધુ વિકાસને વેગ મળશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચને બીજા વર્ષે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે અને ગઈકાલે યોજાયેલી ફ્લેગ સેરેમનીમાં ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગને ફરકાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો ;ગુજરાત /  આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ, ખેલૈયાઓ મન મૂકીને રમશે રાસ-ગરબા

મુખ્યમંત્રી દ્વારા વિશ્વ કક્ષાના બીચ બનાવવાની જાહેરાત કરાઈ હતી ત્યારે શિવરાજપુર બીચને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળતા વિકાસને પણ વધુ વેગ મળશે. દ્વારકા સહિત શિવરાજપુર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે. સાથે જ પ્રવાસનને પણ વેગ મળશે. ત્યારે શિવરાજપુર ખાતે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ માટે ફ્લેગ સેરેમની યોજાઈ હતી અને દ્વારકાના શિવરાજપુર બીચ પર મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગ સેરેમનીનું આયોજન કરાયું હતું.

આ પણ વાંચો ;Political / ભાજપના નવા રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરાઈ, જાણો કોનો કોનો સમાવેશ કરાયો