Not Set/ આ એક એકટર જે બોલીવૂડમાં હિરો કરતા પણ વધારે થયો ફેમસ

“મોગેમ્બો ખુશ હુઆ” આ ડાયલોગ નાના બાળકોથી લઈને વૃદ્ધો તમામ લોકોએ સાંભળ્યો હશે. સો કોઈ આ અભિનેતાને ઓળખે છે ત્યારે આજે મોગેમ્બોની જન્મજયંતિ છે.

Entertainment
A 191 આ એક એકટર જે બોલીવૂડમાં હિરો કરતા પણ વધારે થયો ફેમસ

“મોગેમ્બો ખુશ હુઆ” આ ડાયલોગ નાના બાળકોથી લઈને વૃદ્ધો તમામ લોકોએ સાંભળ્યો હશે. સો કોઈ આ અભિનેતાને ઓળખે છે ત્યારે આજે મોગેમ્બોની જન્મજયંતિ છે.

અમરીશ પુરી એક એવા અભિનેતા હતા જેમણે પોતાના ઉંચા કદ, ખતરનાક અવાજ અને મજબૂત વ્યક્તિત્વ દ્વારા વર્ષોથી ફિલ્મ પ્રેમીઓના હૃદયમાં ભય પેદા કરનાર હતા. કેટલીક ફિલ્મોમાં તેણે મજબૂત વિલનની ભૂમિકા ભજવી હતી.જ્યારે અમરીશ પુરી હીરો સાથે પડદા પર જોવા મળ્યા હતા, ત્યારે તેની સામેનો સૌથી મોટો અભિનેતા પણ ફિકો લાગતો હતો. આજે બોલિવૂડના ‘મોગેમ્બો’ ની જન્મજયંતિ છે. તેમણે 15 વર્ષ પહેલાં આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. પરંતુ તેમના શાનદાર અભિનયને કારણે તે આજે પણ લોકોના હૃદયમાં જીવિત છે.

અમરીશ પુરીનો જન્મ 22 જૂન 1932ના રોજ થયો હતો. તેમણો પોતાની ફિલ્મી સફર “રેશ્મા ઔર શેરા”થી કરી હતી. જો કે ફિલ્મોમાં તેમની એન્ટ્રી એકદમ રસપ્રદ છે. અમરીશ પુરી પોતે હિરો બનવા માંગતા હતા અને એજ સપનું જોઈને તેઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યો હતો. જો કે 1954માં સ્ક્રીન ટેસ્ટમાં નિર્માતાઓએ તેમને હીરોની ભૂમિકા આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

અમરીશ પુરી

સ્ક્રીન ટેસ્ટમાં હીરોની ભૂમિકામાં રિજેક્શન મળ્યા બાદ અમરીશ પુરીની એક્ટિંગ કરવાની ચાહત વધુ પ્રબળ બની ગઈ. તેમણે અનેક વર્ષો સુધી થિયેટરમાં કામ કર્યુ અને પોતાની આગવી ઓળખ ઉભી કરી. જે બાદ તેમને ફિલ્મ “રેશમા ઔર શેરા” મળી.

બોલીવુડમાં આવતા પહેલા અમરીશ પુરીએ જીવનના લગભગ બે દાયકા કોઈ વીમા કંપનીને આપ્યા હતા. તેમણે બે દાયકા સુધી વીમા કંપનીમાં કર્મચારી તરીકે કામ કર્યું હતું.

અમરીશ પુરી

તેણે બોલિવૂડમાં આવવા અને પોતાના એક્ટિંગ પ્રેમ માટે 21 વર્ષની નોકરી છોડી દીધી હતી. તેમને પહેલેથી જ થિયેટરનો શોખ હતો, પરંતુ કોઈ ખાસ તક ન મળી શકી. એક સમય એવો આવ્યો કે, તેમણે એક નાટક પણ મળ્યું અને તે એક પ્રખ્યાત થિયેટર કલાકાર તરીકે પણ ઓળખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે રાઈટર ડિરેક્ટર સત્યદેવ દુબેના સહાયક તરીકે કામ કર્યું હતું.

અમરીશ પુરીને વર્ષ 1971 માં ફિલ્મોમાં પહેલો બ્રેક મળ્યો હતો . તે વર્ષે તેમની ફિલ્મ ‘રેશ્મા ઓર શેરા’ આવી હતી . તે ફિલ્મમાં અમરીશ પુરીને અભિનયની પ્રશંસા મળી હતી. આ પછી અમરીશ પુરીએ ક્યારેય પાછું વળીને જોયું નહીં. અને ધીરે ધીરે, તે ખલનાયકોની દુનિયામાં એક અમર પાત્ર બની ગયું. જ્યારે તેનો ડાયલોગ મોગેમ્બો ખુશ હુઆ, ત્યારે તે બાળકોથી લઈને વૃદ્ધો સુધી જીભ પર તેનું જ નામ લેવાતું હતું.

અમરીશ પુરી

એવું નથી કે અમરીશ પુરીએ માત્ર ખલનાયકની જ ભૂમિકા ભજવી છે. તેમણે અનેક હકારાત્મક ભૂમિકાઓ પણ ભજવી છે. ફિલ્મમાં એક પિતા તરીકેના તેમણે કરેલા રોલ યાદગાર રહ્યા છે. એમા પણ “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” ફિલ્મનો સખ્ત પણ અંદરથી નરમ પિતાનો રોલ આજે પણ લોકોના હ્યદયમાં છે. આજ ફિલ્મમાં છેલ્લે અમરીશ પુરી બોલે છે કે “જા સિમરન જા…જી લે અપની જિંદગી.” આ ફિલ્મમો એ ટ્રેઇનવાળો સીન બધાને યાદ છે પણ તેની સાથે આ ડાયલોગ જ પહેલા યાદ આવે છે.