Recipe/ ચોમાસાની સીઝનમાં આ રીતે બનાવો બટેકા-ચણા ચાટ,જોઇને જ મોંમાં આવી જશે પાણી

ચોમાસાની સીઝનમાં આ રીતે બનાવો બટેકા-ચણા ચાટ,જોઇને જ મોંમાં આવી જશે પાણીરંતુ આજે અમે તમારા માટે બટેટા અને ચણાની ચાટ એક બંગાળી ચાટ

Food Lifestyle
Untitled 205 ચોમાસાની સીઝનમાં આ રીતે બનાવો બટેકા-ચણા ચાટ,જોઇને જ મોંમાં આવી જશે પાણી

ચાટનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. અત્યાર સુધી તમે અવારનવાર ચાટ ટ્રાય કરી હશે પરંતુ આજે અમે તમારા માટે બટેટા અને ચણાની ચાટ એક બંગાળી વાનગી છે. જેને તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. આ વાનગી તમે કિટી પાર્ટી, હાઉસ પાર્ટીમાં પણ બનાવી શકો છો. તે સિવાય તમે પિકનીક જાવ તો પણ બાળકો માટે આ વાનગી બનાવી શકો છો. જે બનાવવામાં સહેલી અને ખાવામાં હેલ્ધી હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય બટેટા-ચણાની ચાટ…

Untitled 203 ચોમાસાની સીઝનમાં આ રીતે બનાવો બટેકા-ચણા ચાટ,જોઇને જ મોંમાં આવી જશે પાણી

સામગ્રી

2 નંગ – બાફેલા બટેટા
1/2 નંગ – ડુંગળી
1 ચમચી – લીંબુનો રસ
1 ચમચી – સમારેલી કોથમીર
1 નંગ – સમારેલુ ટામેટું
1 નંગ – લીલા મરચા
1 કપ – દેશી કાળા ચણા
1 ચમચી – ચાટ મસાલો
1 ચમચી – સરસિયુ
1 ચમચી – કાચા સીંગદાણા
સ્વાદાનુસાર – મીઠું

Untitled 204 ચોમાસાની સીઝનમાં આ રીતે બનાવો બટેકા-ચણા ચાટ,જોઇને જ મોંમાં આવી જશે પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ આ ચાટને બનાવવા માટે મીડિયમ આંચ પર એક પેન ગરમ કરો તેમા પાણી અને મીઠું ઉમેરો. આ મીઠાના પાણીને ઉકાળી લો અને તેમા કાળા ચણા ઉમેરો. આ ગરમ પાણીમાં ચણા પલાળીને અલગ રાખી દો. હવે એક પેનમાં કાચી મગફળીને સરસિયાના તેલમાં ધીમી આંચ પર રોસ્ટ કરી લો. આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ડુંગળી, ટામેટા, લીલા મરચા અને કોથમીર ઉમેરી લો. હવે એક બાઉલમાં બાફેલા ચણા લો. તેમા બાકીની દરેક સામગદ્રી ઉમેરી લો અને તેને મિક્સ કરી લો. હવે લીંબુનો રસ ઉમેરો. ત્યાર પછી બાફેલા બટેટાને નાના કટ કરીને તેમા ઉમેરો. હવે તેમા ચણાનું મિશ્રણ ઉમેરી લો. હવે ઉપરથી ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે બંગાળી સ્ટાઇલમાં બટેટા ચણાની ચાટ.