Not Set/ આ વકીલે વેડિંગ કાર્ડમાં જ લખવી દીધું મેરેજ એક્ટ અને બંધારણની કલમો, જુઓ તમે પણ

“લગ્નનો અધિકાર એ ભારતીય બંધારણની કલમ 21 હેઠળ જીવનના અધિકારનો એક ઘટક છે. તેથી, 28 નવેમ્બર 2021, રવિવારના રોજ મારા માટે આ મૂળભૂત અધિકારનો ઉપયોગ કરવાનો સમય છે.”

Ajab Gajab News Trending
વેડિંગ કાર્ડમાં

દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ અને યાદગાર બનાવવા માંગે છે અને આ માટે તેઓ અલગ-અલગ પ્રકારની અનોખી રીતો પણ અપનાવે છે. ખાસ કરીને વેડિંગ કાર્ડમાં લોકો ઘણી ક્રિએટિવિટી બતાવવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકોને કાર્ડ પર અનોખો સંદેશ લખેલો જોવા મળે છે, જ્યારે કેટલાક લોકો લગ્નના કાર્ડને ખૂબ જ શણગારે છે, જેથી તે અલગ અને ખાસ દેખાય. તાજેતરમાં જ, સોશિયલ મીડિયા પર અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવની તસવીરો સાથે સમાજવાદી પાર્ટીના રંગમાં છપાયેલ યુપીના લગ્નનું કાર્ડ અને મદુરાઈના એક કપલના લગ્નનું કાર્ડ જેના પર તેઓએ QR કોડ છાપ્યો હતો તે વાયરલ થયો હતો. આવા જ કેટલાક રસપ્રદ લગ્નના કાર્ડ સોશિયલ મીડિયા પર અવારનવાર દેખાય છે.

આ પણ વાંચો :શરમાઈ ગયા પંડિતજી, જ્યારે ફેરા બાદ દુલ્હાના પિતાએ કહ્યું દુલ્હનને Kiss કરી લે…

આવા જ કેટલાક વેડિંગ કાર્ડમાં વધુ એક કાર્ડ સામેલ થયું છે. આ કાર્ડ આસામના ગુવાહાટીના એક વકીલનું લગ્ન કાર્ડ પણ કરવામાં આવ્યું છે. દંપતીએ તેમના ખાસ દિવસ માટે બંધારણ આધારિત લગ્નનું કાર્ડ છાપ્યું છે. કાર્ડમાં સમાનતા દર્શાવવા માટે ન્યાયનું તારજવું અને બંને બાજુ દુલ્હા – દુલ્હનના નામ લખવામાં આવ્યા છે. લગ્નના આમંત્રણમાં ભારતીય લગ્નોને સંચાલિત કરતા કાયદા અને અધિકારોનો પણ ઉલ્લેખ છે.

કાર્ડમાં લખ્યું છે, “લગ્નનો અધિકાર એ ભારતીય બંધારણની કલમ 21 હેઠળ જીવનના અધિકારનો એક ઘટક છે. તેથી, 28 નવેમ્બર 2021, રવિવારના રોજ મારા માટે આ મૂળભૂત અધિકારનો ઉપયોગ કરવાનો સમય છે.” આમંત્રણમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “જ્યારે વકીલો લગ્ન કરે છે, ત્યારે તેઓ ‘હા’ નથી કહેતા, તેઓ કહે છે – ‘અમે નિયમો અને શરતો સ્વીકારીએ છીએ’.”

આ પણ વાંચો :ડોગ અને માલિક વચ્ચે થયું ફૂડ કોમ્પિટિશન, જુઓ કોની થઈ જીત

હવે આ તસ્વીર વાયરલ થઈ રહી છે. લગ્નનું કાર્ડ જોયા બાદ અમુક લોકો તેના પર ચૂટકુલા સંભળાવી રહ્યા છે. કોઈએ લખ્યુ છે કે, આ કાર્ડને વાંચ્યા બાદ CLATનો અડધો ભાગ પુરો થઈ ગયો છે. એકે તો મજેદાર વાત લખતા લખ્યુ છે કે, આ કાર્ડ કોર્ટના સમન્સ માફક છે. જો કે, એ બધા ભલે કંઈ પણ કહે, પણ તમારૂ શું કહેવું છે આ વેડીંગ કાર્ડ પર તે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.

આ પણ વાંચો :ટ્રેનમાં બેસવાની જગ્યા ન મળ્યા યુવકે કર્યો એવો જુગાડ કે, બધા જ રહી ગયા જોતાં

આ પણ વાંચો :બાળકનું થઈ રહ્યું હતું મુંડન, જોઈને રડવા લાગી માતા, જુઓ આ ક્યૂટ વીડિયો

આ પણ વાંચો : વાન ઉપર ચડીને ચાર મિત્રોએ કર્યો છૈયા છૈયા સોંગ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો