Retirement/ વેસ્ટ ઈન્ડિઝના આ સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની કરી જાહેરાત

IPLમાં એક સદી અને 11 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 100 રન રહ્યો છે

Top Stories Sports
21 1 વેસ્ટ ઈન્ડિઝના આ સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની કરી જાહેરાત

વેસ્ટ ઈન્ડિઝના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર લેન્ડલ સિમોન્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ODI અને T20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સિમોન્સની કારકિર્દી સારી રહી હતી. તેના નિવૃત્તિના સમાચાર ટ્રિનબેગો નાઈટ રાઈડર્સે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા આપ્યા હતા. સિમન્સે ODI ક્રિકેટમાં 2 સદી અને 16 અડધી સદી ફટકારી છે. તેણે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.

સિમન્સે વર્ષ 2006માં પાકિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝ માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તેણે 2007માં T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ મેચ રમી હતી. સિમન્સે 68 વનડેમાં 1958 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 16 અડધી સદી ફટકારી હતી. સિમન્સે 68 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં 1527 રન આપ્યા છે. જેમાં તેણે 9 અડધી સદી ફટકારી છે. તેણે 8 ટેસ્ટ મેચ પણ રમી છે.

કેરેબિયન ખેલાડી સિમોન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. તેણે આ લીગમાં 29 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન તેણે 1079 રન બનાવ્યા છે. સિમન્સે IPLમાં એક સદી અને 11 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 100 રન રહ્યો છે.