Gujarat Rain Forecast/ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?

ગુજરાતમાં હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે……

Top Stories Gandhinagar Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others Breaking News
Image 2024 06 09T084044.678 ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?

Gujarat Weather: ગુજરાતમાં હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વર્ષાનું અનુમાન કરાયું છે.

રાજ્યમાં પ્રી-મોન્સૂન સાયક્લોનિક એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. 7થી 12 જૂન સુધી વરસાદ પડવાનું અનુમાન કરાયું છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેથી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, ઉત્તરમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, મધ્ય, દક્ષિણ ગુજરાતના વસાડ, સુરત, ડાંગ, નવસારીના કેટલાક ભાગોમાં છુટોછવાયો તેમજ ધીમી ધારે મધ્યમ વરસાદ પડશે. 10 જૂન બાદ વરસાદનું જોર વધશે. કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને રાહત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

આ પણ વાંચો: દ્વારકામાંથી 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ પકડાયું