Pokhara Plane Crash/ વિમાનો માટે કાળ છે નેપાળનું આકાશ?10 વર્ષમાં એક ડઝનથી વધુ અકસ્માતો

નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે જણાવ્યું હતું કે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ટેકઓફ કરનાર યતિ એરલાઇન્સનું 9N-ANC ATR-72 વિમાન પોખરામાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.

Top Stories World
એરપોર્ટ

નેપાળનું એક પેસેન્જર પ્લેન પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. અત્યાર સુધીમાં 36 મૃતદેહો મળી આવ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, વિમાનમાં 10 વિદેશી નાગરિકો સહિત કુલ 72 લોકો સવાર હતા. નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે જણાવ્યું હતું કે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ટેકઓફ કરનાર યતિ એરલાઇન્સનું 9N-ANC ATR-72 વિમાન પોખરામાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. હિમાલયના આ દેશમાં પોખરા એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે.

નેપાળમાં કેટલી વાર પ્લેન ક્રેશ થયા છે?

મે 2022: નેપાળી એરલાઇન્સ તારા એર દ્વારા સંચાલિત એરક્રાફ્ટ, 9N-AET પર સવાર તમામ 22 લોકો, જેમાં 16 નેપાળી, ચાર ભારતીય અને બે જર્મનોનો સમાવેશ થાય છે, દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.

એપ્રિલ 2019: સુલોખુમ્બુ જિલ્લાના લુક્લા એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.

ફેબ્રુઆરી 2019: ટેપલજંગના પાથીભરન પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં 7 લોકોના મોત થયા. આ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રી રવીન્દ્ર અધિકારીનું પણ મોત થયું હતું.

સપ્ટેમ્બર 2018: ગોરખાથી કાઠમંડુ જતું હેલિકોપ્ટર જંગલમાં ક્રેશ થયું, જેમાં એક જાપાની નાગરિક સહિત 6 લોકોના મોત થયા.

માર્ચ 2018: યુએસ-બાંગ્લા એરલાઇન્સનું વિમાન કાઠમંડુના કુખ્યાત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ક્રેશ થયું. જેમાં 51 લોકોના મોત થયા હતા.

ફેબ્રુઆરી 2016: પોખરાથી જોમસોમ જઈ રહેલું પ્લેન ક્રેશ થયું. જેમાં તમામ 23 મુસાફરોના મોત થયા હતા. બાદમાં તપાસમાં સામે આવ્યું કે ખરાબ હવામાન હોવા છતાં ક્રૂએ પ્લેનને વાદળોની અંદર લઈ જવાનું નક્કી કર્યું, જેના કારણે આ અકસ્માત થયો.

મે 2015: ભૂકંપ પછી, રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલ યુએસ આર્મીનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું, જેમાં 6 અમેરિકન સૈનિકો, બે નેપાળી આર્મી ઓફિસર અને 5 નાગરિકોના મોત થયા હતા.

જૂન 2015: સિંધુપાલ ચોક ખાતે હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં 4 લોકોના મોત થયા.

માર્ચ 2015: ધુમ્મસના કારણે તુર્કી એરલાઈન્સનું વિમાન ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે પરથી સરકી ગયું. આ અકસ્માતમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ફેબ્રુઆરી 2014: પોખરાથી જુમલા જતી નેપાળ એરલાઈન્સની ફ્લાઈટ અરખાખાંચીમાં ક્રેશ થઈ હતી, જેમાં 18 લોકોના મોત થયા હતા.

સપ્ટેમ્બર 2012: કાઠમંડુથી લુક્લા જતી સીતા એરની ફ્લાઈટ ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થઈ, જેમાં સવાર તમામ 19 લોકોના મોત થયા.

મે 2012: પોખરાથી જોમસોમ જતી અગ્નિ એરની ફ્લાઈટ જોમસોમ એરપોર્ટ પર ક્રેશ થઈ. તેમાં ભારતીય શ્રદ્ધાળુઓ સવાર હતા. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો:તમિલનાડુમાં પરંપરાગત રમત જલ્લીકટ્ટુ શરૂ થઇ, 19 લોકો થયા ઘાયલ

આ પણ વાંચો:BSPના સુપ્રીમો માયાવતીએ વિધાનસભા ચૂંટણીને લઇને કર્યું આ મોટું એલાન

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા દિલ્હી જશે