Tips/ ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ રીતે ખીરું બનાવો તેમાંથી હાંડવો અને વેજિટેબલ ઈડલી પણ બનાવી શકાય છે, જો દાળ-ચોખા પલાળીને ઢોકળા ન કરવા હોય તો…

Food Lifestyle
dhokala ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

સૌથી પહેલા નજર કરીશું ઢોકળા બનાવવા માટેની સામગ્રી ઉપર:
3 કપ જાડા ચોખા
1 કપ તુવેરની દાળ
1 કપ અડદની ફોતરા વગરની દાળ
1 કપ ચણાની દાળ

ઢોકળા બનાવવા માટેની ટીપ્સ :- જો ખાટા ઢોકળા બનાવવા હોય તો 3 કપ જાડા ચોખા, 1 કપ તુવેરની દાળ, 1 કપ અડદની ફોતરા વિનાની દાળ અને 1 કપ ચણાની દાળ લઈને તેને ત્રણ વખત પાણીથી સરખી રીતે ધોઈ લો.

– પછી એક મોટા વાસણમાં તેને લઈ તેમાં 1 ચમચી સૂકી મેથીનાં દાણા અને દાળ-ચોખા ડૂબે તેટલું ઉમેરી 4 કલાક પલાળી રાખો. 4 કલાક બાદ ફરીથી એકવાર ધોઈ લેવા અને કાણાવાળા વાસણમાં કાઢી મીક્ષરમાં જરૂર મુજબ ખાટું દહીં ઉમેરી ઘટ્ટ ખીરું વાટી લેવું. 1 કપ ખાટું દહીં ઉપયોગમાં લેવું.

– દાળ-ચોખા વાટતી વખતે તેમાં થોડા પલાળેલા પૌઆ પણ ઉમેરી શકાય છે. પછી તે ખીરું ઢાંકણ ઢાંકીને શિયાળો હોય તો 6-7 કલાક અને ઉનાળો હોય તો 4 કલાક માટે તડકામાં અથવા ગરમ જગ્યાએ મૂકવું એટલે સરસ આથો આવી જશે. જો સવારે નાસ્તામાં બનાવવા હોય તો આખી રાત ઢાંકીને મૂકી રાખવું, આથો આવે એટલે ખીરુંને મિક્સ કરી લેવું.

– તેમાં બધા મસાલા ઉમેરવા. જેમકે હળદર પાવડર, મીઠું, આદુ-મરચાંની પેસ્ટ, હીંગ અને ગળપણ પસંદ હોય તો ખાંડ પણ ઉમેરી શકાય છે.

– પછી એક એક થાળી ઢોકળા બનાવી શકાય તેટલું ખીરું એક અલગ વાસણમાં લેવું, આશરે 3 ચમચા જેટલું કાઢી લેવું તેમાં લેમન ફ્રૂટ સોલ્ટ (ગ્રીન કલરનું ઈનો પેકેટ) અડધી ચમચી ઉમેરી ફીણી લેવું. જો બ્લુ રેગ્યુલર ઈનો લો તો ઈનો ઉમેરીને તેના પર એક ચમચી લીંબુનો રસ ઉમેરવો.

– લીંબુનાં કારણે ઢોકળામાં જાળી સરસ પડશે અને ખટાશ પણ આવશે. ઇનો ઉમેરીને 10 સેકન્ડ ફીણી લેવું, જો બધા ખીરામાં એક સાથે ઈનો ઉમેરશો તો પહેલી થાળી ઢોકળા ફૂલશે અને પછી ઇનોની અસર ઓછી થશે તો બાકીનાં ઢોકળા ફૂલશે નહીં, ઇનો ઉમેરો તે પહેલાં ઢોકળિયામાં પાણી ગરમ થાય વતે રીતે ગરમ કરી લેવું અને જે પ્લેટમાં ઢોકળા બનાવવા હોય તે પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવી.

– ઈનો ઉમેર્યા પછી ફીણીને તરત ખીરું પ્લેટમાં કાઢી અને પ્લેટને થપ-થપાવી લેવી, જેથી એર બબલ્સ ન રહે. ઉપર લાલ મરચું અને કોથમીર ભભરાવી શકાય છે.

How to make Khaman Dhokla, recipe by MasterChef Sanjeev Kapoor

– પ્લેટને ઢોકળિયામાં મૂકી ઢાંકણ બંધ કરી જો જાડા ઢોકળા હોય એટલે કે વધારે ખીરું કાઢ્યું હોય તો 13 થી 15 મિનિટ અને ઓછું ખીરું હોય એટલે કે પાતળા ઢોકળા હોય તો 8-10 મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવા. પછી ઢાંકણ ખોલી ઢોકળા પર ચપ્પુ લગાવી જોવું, ચપ્પુ સાફ બહાર આવે એટલે ઢોકળાની પ્લેટ બહાર કાઢી તેના પર સીંગતેલ લગાવવું અને સહેજ ઠરે એટલે કાપા કરીને ચટણી સાથે સર્વ કરવા.

How to Make White Dhokla for Babies & Toddlers - FirstCry Parenting

Tips- (આ રીતે ખીરું બનાવો તેમાંથી હાંડવો અને વેજિટેબલ ઈડલી પણ બનાવી શકાય છે, જો દાળ-ચોખા પલાળીને ઢોકળા ન કરવા હોય તો 3 કપ જાડા ચોખા, 1 કપ તુવેરની દિવેલ વગરની દાળ, 1 કપ અડદની ફોતરા વગરની દાળ અને 1 કપ ચણાની દાળ મિક્ષ કરી કકરો લોટ દળી લેવો, આ લોટમાંથી ઢોકળા બનાવવા હોય તો જો 500 ગ્રામ લોટ હોય તો 700 મિલી ખાટી છાશથી ખીરું પલાળવું અને તેને ફરમેન્ટ થવા માટે મૂકવું અને આથો આવે પછી જે ઉપર મુજબ રીત છે તે પ્રમાણે ઢોકળા બનાવવા.)

આ પણ વાંચો- કફ છૂટ્ટો પાડવા અને ઉધરસને મટાડવા દૂધ સાથે ખાવ આ ચીજ

આ પણ વાંચો- બજેટ 2021 માં મહિલાઓ અને બાળકો માટે શું છે ખાસ? ફાળવાયા 3,511 કરોડ રૂપિયા

આ પણ વાંચો- સવારમાં ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી થતાં ફાયદા

આ પણ વાંચો- Damage Liver / લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો

આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?

આ પણ વાંચો- Health Tips / પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં શ્રેષ્ઠ આમલી, આ રીતે કરો ઉપયોગ

આ પણ વાંચો-   સવાર-સવારમાં મીઠાં લીમડાનો રસ પીવાથી મળતો ચોંકાવનારો ફાયદો