Not Set/ વિદ્યાર્થીની લગ્નના માંડવેથી આવી પરીક્ષા આપવા માટે, અન્ય યુવતિઓ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

સાંપ્રત સમાજમાં અને ભવિષ્યના ઉમદા ઘડતરના નિર્માણ માટે જો શૈક્ષણિક ઘડતરનો પાયો મજબૂત હશે તો ગૃહ સંસાર પણ સુખી રહેશેની એક નારીશક્તિમાં રહેલ આ ઉમદા ભાવનાઓને સાક્ષાત ઉજાગર કરતા એક ઉદાહરણરુપ કિસ્સો સામે આવ્માંયો છે

Gujarat
8 24 વિદ્યાર્થીની લગ્નના માંડવેથી આવી પરીક્ષા આપવા માટે, અન્ય યુવતિઓ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

સાંપ્રત સમાજમાં અને ભવિષ્યના ઉમદા ઘડતરના નિર્માણ માટે જો શૈક્ષણિક ઘડતરનો પાયો મજબૂત હશે તો ગૃહ સંસાર પણ સુખી રહેશેની એક નારીશક્તિમાં રહેલ આ ઉમદા ભાવનાઓને સાક્ષાત ઉજાગર કરતા એક ઉદાહરણરુપ કિસ્સો સામે આવ્માંયો છે.

કાલોલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર જીગીષાબેન પટેલ નામની વિદ્યાર્થીની કોડભરી કન્યા બનીને લગ્ન માંડવે વિધિ પૂર્ણ કરીને કોલેજમાં પરીક્ષા માટે દોડી આવીને પરીક્ષા આપતાં જીવનના ઘડતર માટે શિક્ષણ એજ શ્રેષ્ઠ હોવાનું ઉદાહરણ પુરુ પાડ્યુ છે. કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ આનંદિત બનીને જીગીષાબેન પટેલની આ ફરજને આવકારી હતી.!!

કોઈપણ વ્યક્તિના જીવનમાં કારકિર્દી ઘડતર અને લગ્ન જીવન બંનેમાંથી પસંદગી કરવાની આવે ત્યારે કોઈ એક ઉપર પસંદગી ઉતારી બીજું જતું કરે છે. પરંતુ કાલોલની એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી પિંગળીની મુવાડી (ખડકી)ની વિદ્યાર્થીની જીગીષાબેન એમ. પટેલ પોતાના બંને ધ્યેય પાર પાડવાનો મનસૂબો ધરાવતા હતી.  ગુરુ ગોવિંદ યુનિર્વિસટીની એફ.વાય. બી.એ.બી.કોમ.ની ચાલતી પરીક્ષામાં પોતાની પરીક્ષા આપવા માટે પોતાનું લગ્ન પતાવી સીધા જ કોલેજમાં આવી ગયા હતા.અને પોતાના લગ્ન અને શિક્ષણ બંને ધ્યેયોને સમાન રીતે સિધ્ધ કરવાના સુંદર પ્રયાસ માટે કાલોલ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફે જીગીષાબેન ઉપર અભિનંદનની વર્ષા કરી હતી.