Rajkot Loksabha Seat result 2024/ આજે લોકસભાની 25 બેઠકના પરિણામ, રાજકોટની બેઠકના પરિણામ પર બધાની નજર

ગુજરાતમાં લોકસભાની કુલ 26માંથી 25 બેઠકના પરિણામ જાહેર થશે. તેમા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું ગાંધીનગરની બેઠક પરથી પરિણામ મહત્ત્વનું રહેશે. આ સિવાય પરસોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિયોના વિરોધના લીધે રાજકોટની બેઠક પરના પરિણામમાં આખા ગુજરાતની નજર રહેશે.

Top Stories Gandhinagar Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others Breaking News
Beginners guide to 2024 06 04T065425.599 આજે લોકસભાની 25 બેઠકના પરિણામ, રાજકોટની બેઠકના પરિણામ પર બધાની નજર

Rajkot News: ગુજરાતમાં લોકસભાની કુલ 26માંથી 25 બેઠકના પરિણામ જાહેર થશે. તેમા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું ગાંધીનગરની બેઠક પરથી પરિણામ મહત્ત્વનું રહેશે. આ સિવાય પરસોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિયોના વિરોધના લીધે રાજકોટની બેઠક પરના પરિણામમાં આખા ગુજરાતની નજર રહેશે. કદાચ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ કરતાં પણ વધારે નજર રાજકોટની બેઠક પર હશે.

આ ઉપરાંત નવસારીમાંથી ભાજપમાંથી સી આર પાટિલ, બનાસકાંઠાથી ડો. રેખાબેન ચૌધરી, મહેસાણાથી હરિભાઈ પટેલ, સાબરકાંઠાથી શોભના બારૈયા, અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલ, અમદાવાદ પશ્ચિમમાંથી દિનેશ મકવાણા, વડોદરાથી ડો. હેમાંગી જોશી, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, કચ્છથી વિનોદ ચાવડા, રાજકોટથી પરસોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, જામનગરથી પૂનમ માડમના પરિણામ મહત્ત્વના રહેશે.

તેની સાથે અમરેલીથી ભરત સુતરિયા, ભાવનગરથી નીમુબેન બાંભણિયા, આણંદથી મિતેશ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલથી રાજપાલસિંહ જાદવના પરિણામ મહત્વના રહેશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર ખસી જતાં ભાજપની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. આમ લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં જ ભાજપ ગુજરાતમાં સુરતની એક અને મધ્યપ્રદેશમાં ઇન્દોરની એક બેઠક પર વિજય સુનિશ્ચિત કરી ચૂક્યું છે.

2024માં રાજકોટ બેઠક પર કેટલું થયું મતદાન

રાજકોટ બેઠક પર ગુજરાત લોકસભા ચૂંટણી 2024 માટે 59.69 % મતદાન થયું છે. જેમાં ટંકારા વિધાનસભા ક્ષેત્રમાં 65.84 %, વાંકાનેરમાં 64.83 %, રાજકોટ ઇસ્ટમાં 57.88 %, રાજકોટ વેસ્ટમાં 58.27 %, રાજકોટ સાઉથમાં 57.8 %, રાજકોટ રુરલમાં 58.58 % અને જસદણમાં 55.68 % મતદાન થયું છે.

2019ની  સ્થિતિ

2019માં રાજકોટ લોકસભા ચૂંટણીમાં 63.15 % મતદાન થયું હતું. જેમાં ટંકારા વિધાનસભા ક્ષેત્રમાં 67.64 %, વાંકાનેરમાં 66.09 %, રાજકોટ ઇસ્ટમાં 63.74 %, રાજકોટ વેસ્ટમાં 64.7 %, રાજકોટ સાઉથમાં 63.73 %, રાજકોટ રુરલમાં 61.47 % અને જસદણમાં 54.35 % મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપે મોહન કુંડારિયાને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે લલિત કગથરાને મેદાને ઉતાર્યા હતા. મોહન કુંડારિયાને 758645 મત મળ્યા હતા. જ્યારે લલિત કગથરાને 390238 મત મળ્યા હતા. મોહન કુંડારિયાનો 368407 મતના માર્જીનથી વિજય થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત