Not Set/ આજે છે બોલીવુડના શહેનશાહનો જન્મદિવસ, જાણો, તેમના જીવનની રસપ્રદ વાતો

આજે ૧૧ ઓકટોબર, બોલીવુડના સુપરસ્ટાર અને બીગ બી અમિતાભ બચ્ચનનો ૭૫ મો જન્મદિવસ છે. હિન્દી સિનેમામાં ચાર દાયકાથી વધુ સમય વિતાવી ચૂકેલા અમિતાભ બચ્ચનને સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી અભિનેતા માનવામાં આવે છે. તેમને ‘સદીના મહાનાયક’ પણ માનવામાં આવે છે. અમિતાભ બચ્ચનની શરૂઆતી ફિલ્મોમાં વોઈસ નેરેટર તરીકે ફિલ્મ ‘ભુવન શોમ’ થી થઇ હતી પરંતુ, અભિનેતા તરીકે તેમના […]

Top Stories Entertainment
Amitabh Bachchan આજે છે બોલીવુડના શહેનશાહનો જન્મદિવસ, જાણો, તેમના જીવનની રસપ્રદ વાતો

આજે ૧૧ ઓકટોબર, બોલીવુડના સુપરસ્ટાર અને બીગ બી અમિતાભ બચ્ચનનો ૭૫ મો જન્મદિવસ છે. હિન્દી સિનેમામાં ચાર દાયકાથી વધુ સમય વિતાવી ચૂકેલા અમિતાભ બચ્ચનને સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી અભિનેતા માનવામાં આવે છે. તેમને ‘સદીના મહાનાયક’ પણ માનવામાં આવે છે.

download 30 આજે છે બોલીવુડના શહેનશાહનો જન્મદિવસ, જાણો, તેમના જીવનની રસપ્રદ વાતો

અમિતાભ બચ્ચનની શરૂઆતી ફિલ્મોમાં વોઈસ નેરેટર તરીકે ફિલ્મ ‘ભુવન શોમ’ થી થઇ હતી પરંતુ, અભિનેતા તરીકે તેમના કરિયરની શરૂઆત ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ થી થઇ હતી. આ પછી તેમને ઘણી ફિલ્મો કરી પરંતુ તે સફળ ન થઇ શકી. અમિતાભને અસલી ઓળખ ફિલ્મ ‘જંજીર’ થી મળી હતી. તેમની સફળ ફિલ્મોમાં સાત હિન્દુસ્તાની, અભિમાન, જંજીર, દિવાર, કભી કભી, સિલસિલા, સત્તે પે સત્તા, નમક હલાલ, શરાબી, મર્દ, અગ્નિપથ, બ્લેક, સરકાર, ચીનીકમ, શામિતાભ જેવી ફિલ્મો સામેલ છે.

images 22 આજે છે બોલીવુડના શહેનશાહનો જન્મદિવસ, જાણો, તેમના જીવનની રસપ્રદ વાતો

ચાર દાયકા દરમિયાન અમિતાભના ફિલ્મી કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા એવો પણ સમય હતો જયારે અમિતાભની ફિલ્મો એક પછી એક ફ્લોપ થતી હતી. પરંતુ વર્ષ ૨૦૦૦ માં આવેલી મહોબ્બતે તેમના ડૂબતા કરિયરને બચાવવામાં મદદગાર સાબિત થઇ હતી.

અમિતાભ બચ્ચન ઘણા લાંબા સમયથી ગુજરાત પર્યટનના બ્રાંડ એમ્બેસેડર પણ રહ્યા છે. તેઓને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે ૩ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળી ચુક્યા છે. આજના સોશિયલ મીડિયામાં પણ બીગ બી ફેસબુક, ટ્વીટરનો ખૂબ જ ઉપયોગ કરે છે. બંને સોશિયલ નેટવર્કિંગ સાઈટસ પર તેમના ફેંસની સંખ્યા લાખો-કરોડોમાં છે.