Tribute/ પુલવામા આતંકી હુમલાની આજે છે બીજી વર્ષગાંઠ, જેમા આપણા 40 જવાનો થયા હતા શહીદ

દેશભરનાં યુવાનો દ્વારા આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવી રહી છે

India
PICTURE 4 197 પુલવામા આતંકી હુમલાની આજે છે બીજી વર્ષગાંઠ, જેમા આપણા 40 જવાનો થયા હતા શહીદ
  • પુલવામા આતંકી હુમલાની બીજી વરસી
  • પુલવામાં આતંકી ઘટનાને 2 વર્ષ પૂર્ણ
  • CRPF લેથપોરા કેમ્પ ખાતે અપાશે શ્રદ્ધાંજલિ
  • CRPFનાં જવાનો પર થયો હતો હુમલો
  • આતંકી હુમલામાં 40 જવાન થયા હતા શહીદ
  • 14 ફેબ્રુઆરી 2019એ બની હતી હૃદયદ્વાવક ઘટના
  • દેશવાસીઓએ અમર જવાનોને પાઠવી શ્રદ્ધાંજલિ

દેશભરનાં યુવાનો દ્વારા આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવી રહી છે, જો કે તે આપણી સભ્યતા અને સંસ્કૃતિ નથી. આજથી બરાબર બે વર્ષ પહેલા 14 ફેબ્રુઆરી, 2019 નાં રોજ પુલવામા હુમલામાં સીઆરપીએફનાં 40 જવાનોની શહાદતની આજે બીજી વર્ષગાંઠ છે. આ મુદ્દે ઓમકાર ચેરીટેબલ ટ્રસ્ટનાં અધ્યક્ષ રવિંદરસિંહ બિલાનું કહેવુ છે કે, આ દિવસને તમામ દેશવાસીઓ ખાસ કરીને યુવાનોએ શહીદ દિવસ તરીકે ઉજવવો જોઈએ.

PICTURE 4 198 પુલવામા આતંકી હુમલાની આજે છે બીજી વર્ષગાંઠ, જેમા આપણા 40 જવાનો થયા હતા શહીદ

દેશની જનતાને આજે પણ તે દિવસ સારી રીતે યાદ છે. ગુરુવારનો દિવસ હતો, તારીખ 14 ફેબ્રુઆરી 2019 એટલે કે વેલેન્ટાઇન ડે અને સમય બપોરનાં 3.30 ની આસપાસ હતો. સીઆરપીએફનો કાફલો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય હાઇવે પર આશરે 2500 જવાનોને લઈને 78 બસોમાં પસાર થઈ રહ્યો હતો. સામાન્ય દિવસની જેમ જ તે દિવસે પણ સીઆરપીએફ વાહનોનો કાફલો તેના સૂરમાં જઇ રહ્યો હતો. જો કે, ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને કાફલામાં કાર્યરત તમામ સુરક્ષાકર્મીઓ સજાગ હતા.

PICTURE 4 199 પુલવામા આતંકી હુમલાની આજે છે બીજી વર્ષગાંઠ, જેમા આપણા 40 જવાનો થયા હતા શહીદ

તે દિવસે રસ્તા પર સામાન્ય હિલચાલ હતી. સીઆરપીએફનો કાફલો પુલવામા પહોંચ્યો હતો, ત્યારે રસ્તાની સામેની બાજુથી આવી રહેલી કાર સીઆરપીએફનાં કાફલા સાથે મુસાફરી કરી રહેલા વાહન સાથે અથડાઇ હતી. જેવી સામેથી આવી રહેલી એસ.યુ.વી. સૈનિકોનાં કાફલા સાથે અથડાઇ અને સીઆરપીએફ જવાન કંઇક સમજી શકે ત્યાં સુધી વિસ્ફોટકથી ભરેલી કારમાં જબરદસ્ત ધમાકો થયો હતો, જેણે સમગ્ર દેશને આંચકો આપ્યો હતો. અને આ રીતે 14 ફેબ્રુઆરીનો દિવસ ભારતનાં ઇતિહાસમાં કાળો દિવસ સાબિત થયો હતો. પુલવામા હુમલાની આજે બીજી વર્ષગાંઠ છે.

કૃષિ આંદોલન / પોસ્ટર લગાવવા ગયેલા પોલીસકર્મી પર ખેડૂત આંદોલનકારીઓએ કર્યો હુમલો

Political / હું દેશના અન્નદાતાઓ સાથે છું અને રહીશ, ખેડૂત આંદોલનને લઈને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર

Earthquake / કોરોના તો હતો જ હવે ભૂંકપની પણ એન્ટ્રી, જાપાનનાં ફુકુશિમામાં આવ્યો જબરદસ્ત આંચકો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ