Not Set/ આજની ઘડી છે રળિયામણી, કે અધૂરપને આવકારવાનો અવસર આવ્યો છે.

અંગ્રેજીમાં એક કહેવત છે,” No one in this world is complete.” પરંતુ આ અધૂરપનો સ્વીકાર માત્ર સુવાક્યોમાં, કહેવતોમાં અને કવિતાઓમાં જ થતો હોય છે. આપણે એવું પણ સાંભળ્યું છે કે “સાચો જ્ઞાની એ છે કે જે પોતાના અજ્ઞાનનો સ્વીકાર કરે.” જ્યારે આપણી

Lifestyle Relationships
discover 1 આજની ઘડી છે રળિયામણી, કે અધૂરપને આવકારવાનો અવસર આવ્યો છે.

ભાવિશ્વ : ભાવિની વસાણી @ મંતવ્ય ન્યૂઝ

અંગ્રેજીમાં એક કહેવત છે,” No one in this world is complete.” પરંતુ આ અધૂરપનો સ્વીકાર માત્ર સુવાક્યોમાં, કહેવતોમાં અને કવિતાઓમાં જ થતો હોય છે. આપણે એવું પણ સાંભળ્યું છે કે “સાચો જ્ઞાની એ છે કે જે પોતાના અજ્ઞાનનો સ્વીકાર કરે.” જ્યારે આપણી આસપાસમાં એવા વિનમ્ર લોકો જોવા મળે કે જેઓ આપણી સાથેની મિત્રતા કે સંબંધને ટકાવવા માટે જતું કરી અને કહી દેતા હોય છે કે… હા, તું અથવા તો તમે સાચા છો. તેનો અર્થ એવો બિલકુલ નથી હોતો કે તે વ્યક્તિને બધી ખબર નથી પડતી હોતી. આવી વ્યક્તિ માટે તમારી સાથેના કોઈપણ પ્રકારના સંબંધનું મહત્વ દલીલબાજી કરતા વધારે હોય છે.

A Tale of Two Friends Who Meet The Inevitable End By Virtue of Being A  Kashmiri - The Companion

આવું પણ આપણે સાંભળતા આવ્યા છીએ અને સૌથી વધારે લોકોને ગમતું વાક્ય પણ છે. આપણે બધા બધું જ જાણીએ છીએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણા બધાનું જ્ઞાન ધનના ઢગલા પર બેઠેલા ભિખારી જેવું છે. એક ભિખારીની વાર્તા છે, લગભગ બધાએ સાંભળી જ હશે કે તેણે જિંદગી આખી જે મંદિરની બહાર જે જગ્યા પર બેસીને તેણે ભીખ માંગી હતી, તે જ જગ્યા પર તેના ભલા સ્વભાવના કારણે લોકો દ્વારા તેની સમાધિ બનાવવાનો નિર્ણય કરવામાં આવે છે, અને ત્યાં ખોદકામ કરાતા ત્યાંથી સોના મહોરનો ઘડો નીકળે છે. બસ આવુંજ આપણા બધાનું છે. આજે વિશ્વની બે મહાસત્તાઓ સહિત તમામ દેશોના બુદ્ધિશાળી માણસો કબુલ કરી રહ્યા છે કે આ ઓચિંતા આવી આવી ચડેલી કોરોના રૂપી મહામારીને નાથવા માટે શક્તિ અને જ્ઞાનની ઘટ પડી રહી છે.

Reaching Out for Help When The Road Gets Rough

આની સાથે જ મારી સ્વરચિત એક નાનકડી કવિતા એકદમ બંધ બેસે છે.

“મહેરબાની કરજે…
ઇશ્વર અમારાં પર

અડધાં અધૂરાં ને,
અડધાં પૂરાં….

અમે તો છીએ તારા,
અડધાં કે પૂરાં…

પીંછી ઝબોળી ને,
રંગ કરજે પૂરાં..”

આજે એ સમય આવી ગયો છે કે આપણે સ્વીકાર કરીએ કે… આપણે ગમે તેટલા પૂર્ણ થવાની કોશિશ કરીએ કે પૂર્ણ થવાનો ભ્રમ ધરાવતા હોઈએ પરંતુ પ્રકૃતિ કે કુદરત પાસે આપણે હંમેશા વામણાં જ સાબિત થવાના છીએ. આપણી આસપાસ કશું જ એવું નથી કે જે ૧૦૦ ટકા શુદ્ધ છે બધું જ અડધું અને અધૂરું છે. સંબંધોના નામે પણ અહીં માત્ર છળ હોય છે. અહીં બધું એટલું અડધું અને અધૂરું છે, કે હવે તો બધાનાં અધૂરા ઘડા જાણે કે છલકાઈ ચૂક્યા છે. જેને પૂર્ણતા સમજીને લોકો દોડા-દોડી કરતા આવ્યા છે, તે પૂર્ણતા પણ માત્ર ભ્રમ જ સાબિત થઈ રહી છે. આજનો દિવસ કે વર્તમાન પરિસ્થિતિ આપણે કેટલી અધૂરપ જીવ્યા છીએ તેનો અહેસાસ કરાવે છે.

Blog Therapy, Therapy, Therapy Blog, Blogging Therapy, Therapy,..

આવી જ અધૂરપનો એકરાર જાણીતા અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ રચેલી તેની કવિતામાં કર્યો છે. જે મને ખૂબ જ ગમી છે. તસવીરના રૂપમાં અત્રે પ્રસ્તુત છે.

Ayushmann Khurrana opens up about the CAA protest; says I am with the  students | Hindi Movie News - Times of India

अर्धनिर्मित

यहाँ कोई मित्र नहीं है, कोई आश्वस्त चरित्र नहीं है
सब अर्धनिर्मित है
अर्धनिर्मित इमारतें हैं, ના अर्धनिर्मित बच्चों कि शरारतें हैं
अर्धनिर्मित ज़िन्दगी कि शर्ते हैं
अर्धनिर्मित जीवन पाने के लिए लोग रोज़ यहाँ मरते हैं
अर्धनिर्मित है यहाँ के प्रेमियों का प्यार
अर्धनिर्मित है यहाँ मनुष्यों के जीवन के आधार
आज का दिन अर्धनिर्मित है
न धूप है, न छाओं है
मंजिल कि डगर से विपरीत चलते पाँव है
अर्धनिर्मित सी सेहत है
न कभी देखा निरोगी काया को, न कभी दिल से कहा अलविदा माया को
हमारी अर्धनिर्मित सी कहानी है, अर्धनिर्मित हमारे युवाओं कि जवानी है
हम रोज़ एक अर्धनिर्मित शय्या पर लेटे हुए एक अर्धनिर्मित सा सपना देखते हैं
उस सपने में हम अपनी अर्धनिर्मित आकांक्षाओं को आसमानों में फेंकते हैं
आसमान को भी इन आकांक्षाओं को समेटकर अर्धनिर्मित होने का एहसास होता होगा
क्योंकि यह आकांक्षाएं हमारी नहीं आसमान की है
बिलकुल वैसे ही जैसे यह अर्धनिर्मित गाथा तुम्हारी है और आयुष्मान की है

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…