Not Set/ સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની વચ્ચે વૃક્ષોના પણ જંગલો બને તે આજના સમયની માંગ : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી

રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

Top Stories Gujarat
miya vanki સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની વચ્ચે વૃક્ષોના પણ જંગલો બને તે આજના સમયની માંગ : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીના ૬૫માં જન્મદિને ૨૩૭૨૫ વૃક્ષોનું વાવતેર કરાયું

આજ તા.૦૨/૦૮/૨૦૨૧ના રોજ બાલાજી વેફર્સ સામે, વાગુદડ રોડ ખાતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના  હસ્તે અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે, રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી  ઈશ્વરભાઈ પરમાર, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષીપંચ મોરચના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર, અધિકારીઓ, કર્મચારીઓ,  તેમજ નાગરિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલ.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ પોતાના જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ ઉપસ્થિત તમામનો આભાર માનેલ અને ઋણ સ્વીકાર કરેલ. તેમજ ન્યારી ડેમ ડાઉનસ્ટ્રીમમાં મિયાવાંકી ફોરેસ્ટ બનાવવા બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવેલ. તેમજ આજે જે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થયું તે માટે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને અભિનંદન પાઠવેલ. તેઓએ જણાવેલ કે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલની વચ્ચે વૃક્ષના જંગલો બનાવવા એ આજના સમયની માંગ છે, કોરોના કાળમાં ઓક્સિજનનું મહત્વ લોકોને સમજાયું છે. ત્યારે કુદરતી ઓક્સિજન મળે તે જીવન માટે અતિ આવશ્યક છે.

રાજકોટમાં પાણીનો અભાવ, વૃક્ષોનો અભાવ જેવા પ્રશ્નો વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા આ દિશામાં કામ કરી, આ મેણું ભાંગી નાખશે. રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષોને વાવી, તેને ઉછેરવાની જવાબદારી લીધી છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ૪ દાયકા કરતા વધુ સમયમાં ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મહાનુભાવોએ સ્વ.શ્રી અરવિંદભાઈ મણીઆરથી આજ સુધીના સુકાનીઓએ રાજકોટના વિકાસને વેગ આપ્યો છે. તેમજ પ્રાથમિક સુવિધાઓ રસ્તા, ગટર, લાઈટ, પાણી સફાઈ ઉપર ધ્યાન આપીને રહેવાલાયક રાજકોટ, માણવાલાયક રાજકોટ, રંગીલું રાજકોટ એ વાસ્તવમાં રાજકોટ મહાનગરપાલિકાએ લોકોના સહયોગથી બનાવેલ છે.

રાજકોટની હદ પણ વધતી જાય છે અને વિકાસ પણ થતો જાય છે. તેમજ રાજકોટ રહેવાલાયક શહેર બની રહ્યું છે તે માટે રાજકોટ મહાનગરપાલિકા ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. તેમજ હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થાય તેમજ રાજકોટ ગ્રીન અને ક્લીન બને તે દિશામાં કામગીરી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા સંકલ્પ કરે તે આજના સમયની જરૂરિયાત છે. જો આપણે પ્રદુષણ નિવારવાના સમયસર પગલા ન લઈએ તો ભવિષ્યની પેઢી આપણને કદી માફ નહિ કરે. વૃક્ષો આજે કોરોના મહામારી વચ્ચે પણ ઓક્સિજન આપી, તમામ જીવોને રક્ષણ આપે છે. તેમજ છોડમાં રણછોડના દર્શન થાય છે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવ્યું. તેઓએ મુખ્યમંત્રીને  જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે, ગુજરાત સરકારે પાંચ વર્ષમાં ઘણા વિકાસના કામો કર્યા છે. ભૌતિક વિકાસની સાથે પર્યાવરણીય વિકાસ થયેલ છે. જેમકે, નાકરાવાડી ખાતે ઉત્પાદિત ૧૮૦ ટન ખાતરનો ઉપયોગ મિયાવાંકી ફોરેસ્ટમાં કરવામાં આવેલ છે. આ અગાઉ પણ મુખ્યમંત્રી દ્વારા “રામવન” અર્બન ફોરેસ્ટની ભેટ રાજકોટને મળી ચુકી છે.રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ દ્વારા માન.મુખ્યમંત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી પુષ્પગુચ્છ તથા સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું. તેમજ શહેર ભાજપના તથા પ્રદેશના હોદેદારો દ્વારા માન.મુખ્યમંત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ઉપરાંત, રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિગેરે દ્વ્રારા મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ.

મેયર ડૉ.પ્રદિપ ડવ સહિતના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને જન્મદિવસનો શુભેચ્છા સંદેશ

આધુનિક રાજકોટના શિલ્પી અને ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસ નિમિતે હાર્દિક શુભેચ્છા…
આપના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિના વધુ ને વધુ સોપાનો સર કરે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરે તેવી શુભકામના.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે મિયાવાંકી ફોરેસ્ટમાં ૮૩૫૮ ચો.મી. જગ્યામાં જુદા જુદા ૬ બ્લોકમાં કુલ ૨૩૭૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

“મિયાવાકી ફોરેસ્ટ”

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના નાગરિકો  વિગેરે માટે  શહેરના  વિકાસ અને સ્થળ સ્થિતી ધ્યાને રાખી પોત પોતાના વિસ્તારોમાં હરવા ફરવા માટે નાના મોટા ૧૫૮ બગીચાઓ, વયશ્ક લોકોને ગોષ્ઠી માટેના “સિનિયર સિટીઝન પાર્ક” “ઓપન એર-જીમ” વોકિંગ ટ્રેક, બાળકોના બાલક્રિડાંગણ,ફિઝીકલ ફિટનેશના સાધનો  વિગેરેની સુવિધાઓ આપવામાં આવે છે. અને શહેરના સમાંતરીત  વિકાસની સાથોસાથ આ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.શહેરનું પર્યાવરણ સુધરે, શહેર રહેવા લાયક બને તે માટે સ્થાનિકે ઉછેર પામતા બહુ વર્ષાયુ અને ઓછા નિભાવ ખર્ચ વાળા  વૃક્ષોનું  જે તે જગ્યાઓને અનુરૂપ વાવેતર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કરી અને તેની નિયમિત જાળવણી નિભાવણી કરવામાં આવે છે. આ કામગીરીમાં બહોળા પ્રમાણમાં  જનસહયોગ પણ પ્રાપ્ત થાય છે.

શહેરમાં તેમજ ભાગોળેના વિસ્તારમાં હરિયાળીનો મહતમ વ્યાપ વધે તેમજ શહેર પ્રાકૃતિક બને તેવા આશયથી શહેરના પશ્વિમ વિસ્તારના ન્યારીડેમ-૧,ના નિચાણ વાળા ભાગે રાજ્ય સરકાર તરફ્થી ફાળવવામાં આવેલ અંદાજીત ૧૯-હેકટર જમીન કે જે તદ્દન પથરાળ અને શુષ્ક પ્રકારની હોય, આ જમીનના વિસ્તારમાં  વર્ષ ૨૦૦૬માં પ્રારંભિક તબ્બકે  ઘનિષ્ઠ  વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રારંભિક તબ્બકે આ જમીનને આરક્ષિત કરવાના હેતુસર કામગીરીઓ કરી તેમા બહુ વર્ષાયુ સદાહરિત વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ છે.

આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે “ન્યુનત જગ્યાના  મહતમ ઉપયોગ” કરી સ્થાનિકેના “ફ્લોરા & ફોન્ના” ના આરક્ષણ અને સવર્ધન-વિસ્તરણ માટે ન્યારી ડેમની આ શુષ્ક અને પથરાળ  જગ્યામાં “જન સહયોગ થકી“ જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી- થીમ” આધારીત ફોરેસ્ટ  ઉભુ કરવાની પ્રાંરભિક તબ્બકે વર્ષ ૨૦૨૦માં અંદાજીત ૧ એકરની આ કામગીરીમાં જુદીજુદી જાતના વૃક્ષ,શ્રબ ક્ષુપ,લતાઓ વિગેરેની (૧૧૧) જાતના અંદાજીત ૯૫૦૦ પ્લાન્ટ્સના વાવેતર કરી અને કાયમી રૂપમાં જતન કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરીમાં લોક સહકારના રૂપમાં  “સદ-ભાવના વૃધ્ધાશ્રમ- ટ્રસ્ટ” તરફ્થી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આ વિસ્તારના અંદાજ ૨ એકર જેટલી ખાલી જગ્યાના પથરાળ ભાગોએ જુદી જુદી જાતના અંદાજીત ૨૬૦૦૦ વૃક્ષ,શ્રબ,ક્ષુપ,લત્તાઓ વિગેરે પ્રકારના પ્લાન્ટ્સ “મિયાવાકી થીમ“ આધારીત આ ફોરેસ્ટના ભાગે વાવેતર કરવામાં આવશે. જેના કારણે ભવિષ્યમાં પ્રાકૃતિક સંપદામાં વધારો થશે.આ ઉપરાંત રાજકોટ અમદાવાદ- નેશનલ હાઇ -વે 8-B ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, “ગ્રિન બેલ્ટ” હેતુની અંદાજીત ૧૫૩ એકર જમીન રાજ્ય સરકાર તરફ્થી રાજકોટ મહાનગરપાલિકાને ફાળવણી કરાયેલ આ જગ્યા પૈકીની ૪૭ એકર જમીનમાં “રામવન” વિકસીત કરવામાં આવી રહ્યુ છે.

આ કામગીરીનો શુભારંભ તા.૦૨/૦૮/૨૦૧૯ના રોજ ગુજરાત રાજ્યના મા.મુખ્ય મત્રી વિજયભાઇ રૂપાણીના   હસ્તે  કરવામાં આવેલ છે.

આ જ્ગ્યાના ભુતલ ખુબજ પથરાળ અને સખત બંધારણના હોય, મહતમ પ્રમાણમાં માટી વિગેરે ઉમેરી ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુલનતા ધરાવતા જુદી જુદી ૨૮ થી ૩૬ વિવિધ જાતના અંદાજીત ૬૦૦૦૦ થી વધુ સંખ્યામાં ઓછા નિભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્ર્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ -પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવી રહ્યુ છે.

આ જગ્યાને વિકાસકિય તબ્બકે “રામવન” નામકરણ આપવાનું નક્કી થતા આ વિસ્તારમાં ભગવાન શ્રી રામના વનવાસ દરમ્યાનના અંદાજીત્ ૧૪ જેટલા પ્રસંગોને પ્રતિકૃત કરવામાં આવશે. જે માટેની કામગીરી ચાલુ કરાયેલ છે.

આ “અર્બન ફોરેસ્ટ” “રામવન”ના વિસ્તારમાં વોટર –હાર્વેસ્ટીંગની કામગીરી કરવા માટે સ્થાનિકેના જમીનના ઉંડા ભાગો આવરીત કરી બોટીંગની સુવિધા પણ ઉભી કરવાનું આયોજન છે.
આ વિસ્તારને કાયમી જાળવણી અને વિકાસ  કરવા માટે સ્થાનિકેના કાયમી રીતે વહી જતા “બિન પિવાલાયક પાણી”ના જથ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ વિકસીત કરાતા “રામવન” ટૂક સમયમાં પ્રજાજોગ ઉપયોગમાં મુકવામાં  આવે તે રીતે કામગીરીઓ ગતિમાં છે.

majboor str સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની વચ્ચે વૃક્ષોના પણ જંગલો બને તે આજના સમયની માંગ : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી