ચોરી/ ટોમ ક્રુઝને થયુ હજારો પાઉન્ડનું નુકશાન, બોડીગાર્ડની BMW માં રાખેલા સામાનની થઈ ચોરી

હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝને મોટું નુકસાન થયું છે. તેનો હજારો પાઉન્ડનો સામાન ચોરાઈ ગયો છે. અભિનેતાનો આ અમૂલ્ય સમાન તેના બોડીગાર્ડની BMW માં…

Trending Entertainment
ટોમ ક્રુઝને

હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝને મોટું નુકસાન થયું છે. તેનો હજારો પાઉન્ડનો સામાન ચોરાઈ ગયો છે. અભિનેતાનો આ અમૂલ્ય સમાન તેના બોડીગાર્ડની BMW માં રાખવામાં આવ્યો હતો. કારની ચોરીના કારણે ટોમ ક્રુઝનો સામાન પણ જતો રહ્યો હતો. આ દરમિયાન, અભિનેતા બર્મિંગહામમાં તેની ફિલ્મ મિશન ઇમ્પોસિબલ 7 નું શૂટિંગ કરી રહ્યો હતો.

આ પણ વાંચો :સોનુ સૂદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત, AAP માં જોડાવાની અટકળો

સમાનની ચોરીના સમાચાર જાણીને ટોમ ક્રુઝ ખૂબ ગુસ્સે થયો. દાવો કરવામાં આવે છે કે ચોરોએ સ્કેનરનો ઉપયોગ કારની કીલેસ ઇગ્નીશન ફોબ સાથે જોડવા માટે કર્યો હતો. કારણ કે કાર બર્મિંગહામની ગ્રાન્ડ હોટલની બહાર પાર્ક કરવામાં આવી હતી, આની આસપાસ જ ટોમ ક્રૂઝ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tom Cruise (@tomcruise)

આ પણ વાંચો :એરપોર્ટ પર સોનુ સૂદનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ, ચાહકોને આપી આ સલાહ

ધ સને તેના અહેવાલમાં એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે ટોમ આ કારમાં બર્મિંગહામમાં મુસાફરી કરી રહ્યો હતો. તેનો કેટલોક સામાન આ કારની અંદર હતો. કાર ઈલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઈસથી સજ્જ હોવાથી પોલીસે તેને રિકવર કરી હતી. પરંતુ તેની અંદર જે હતું તે ચોરાઈ ગયું હતું. સુરક્ષા ટીમ માટે તે શરમજનક બાબત છે, જે વ્યક્તિ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો તે ખૂબ જ ગુસ્સામાં હતો.

આ પણ વાંચો :કોઈપણ જાતની કસરતો કર્યા વગર જેઠાલાલે ઉતાર્યું 10 કિલો વજન, જાણો કઇ રીતે ?

ટોમના બોડીગાર્ડ જે અભિનેતાના સુરક્ષા સ્ટાફનો હવાલો સંભાળે છે, તેણે નોંધ્યું હતું કે પાર્કિંગની જગ્યામાં BMW X7 નથી. વેસ્ટ મિડલેન્ડ પોલીસ હેડક્વાર્ટરથી 2 મિનિટની અંદર ચોરી થઈ હતી. પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે સવારે અમને બર્મિંગહામના ચર્ચ સ્ટ્રીટમાંથી BMW X7 ચોરાયાનો અહેવાલ મળ્યો હતો. સ્મેથવિકમાં થોડા સમય પછી કાર શોધી કાઢી હતી. સીસીટીવી ચેક કરાયા હતા. આ સમાનની તપાસ હજુ ચાલુ છે.

આ પણ વાંચો :નુસરત જહાંના ઘરે ગુંજી કિલકારીઓ, TMC સાંસદે આપ્યો બેબી બોયને જન્મ

આ પણ વાંચો :ફિલ્મ નિર્માતા કબીરખાને મુઘલ શાસક વિશે શું કહ્યું….