Not Set/ જૂનાગઢ સક્કરબાગમાં આજથી 9 ઓક્ટો.સુધી પ્રવાસીઓને ફ્રી પ્રવેશ અપાશે

રાજયમાં દર વર્ષે 2 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન વન્ય પ્રાણીઓ વિશે વધુને વધુ લોકો માહિતગાર થાય તે માટે સક્કરબાગમાં તમામ લોકોને ફ્રી પ્રવેશ આપવામાં આવશે.

Gujarat Others
Untitled 19 જૂનાગઢ સક્કરબાગમાં આજથી 9 ઓક્ટો.સુધી પ્રવાસીઓને ફ્રી પ્રવેશ અપાશે

પર્યાવરણ જાળવવા માટે વૃક્ષો જંગલોની સાથે વન્ય પ્રાણીઓનું રક્ષણ મહત્ત્વનું છે તેથી 1955 થી 2થી8 ઑક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે વન્ય પ્રાણીઓ સંબંધી ચિત્રો નિબંધ વસ્તૃત્વ સ્પર્ધા તથા ક્વિઝ સ્પર્ધા અને વનવિભાગ પ્રાણી સંગ્રહાલય ની મુલાકાત  શિબિરો પ્રવચનો વગેરેનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો :વર્ચ્યુઅલ સંવાદ / પીએમ મોદીએ જલ જીવન મિશન મોબાઇલ એપ લોન્ચ કરી,પીપળીયાનાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો

ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશનાં ચુનંદાં પ્રાણી સંગ્રહાલયોમાં લુપ્ત થઈ રહેલાં પ્રાણીઓની વસ્તી જાળવી રાખવા માટે ખાસ બ્રિડીંગ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જૈવિક વિવિધતા પરનું માનવીય આક્રમણ અટકાવવા ભારત સરકારે નેશનલ પાર્ક અને અભયારણ્યોની આસપાસ ઇકો -ડેવલપમેન્ટ યોજના શરૂ કરી છે  ઇન્ડિયા ઇકો -ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કેટલાંક મહત્ત્વનાં સુરક્ષિત વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ગાંધી જયંતિ / લેહમાં દુનિયાના સૌથી મોટા ખાદીના તિરંગાનું કરાયું અનાવરણ, 1400 કિલો છે વજન

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીને લઈને સક્કરબાગમાં આજથી તા. 2 ઓક્ટોબર થી 9 ઓક્ટોબર સુધી તમામ પ્રવાસીઓ, મુલાકાતીઓને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવશે. જો કે બુધવારના દિવસે સકરબાગ બંધ રહેશે.

રાજયમાં દર વર્ષે 2 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન વન્ય પ્રાણીઓ વિશે વધુને વધુ લોકો માહિતગાર થાય તે માટે સક્કરબાગમાં તમામ લોકોને ફ્રી પ્રવેશ આપવામાં આવશે. આની સાથે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે તથા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી, ડ્રોઈંગ કોમ્પીટીશન, કિવઝ કોમ્પિટિશન યોજાશે. જ્યારે 9 ઓક્ટોબરે વિજેતાઓને ઇનામો અપાશે.

આ પણ વાંચો ;GST દરોડા /  અમદાવાદ-ભાવનગરમાંથી બોગસ બીલિગ ઝડપાયું,બે આરોપીઓની ધરપકડ