Not Set/ તાઉતે વાવાઝોડાએ જતા જતા પણ લોકોને રવડાવ્યા, જાણો શું થયું હવે

રીપોર્ટર.કાતિક વાજા ઊના   ઊના ગીરગઢડા પંથકમાં કેસર કેરી પાકમાં નારીયેળ નખાય ગયું.. આંબા અને નારીયેળ વાડીનું વાવાઝોડાએ વર્ષ નથી બગાડ્યુ પણ ભવ બગાડ્યાનો શૂર ખેડૂતોમાં સંભળાયો… કરોડો રૂપિયાનો બિઝનેસ 10 કલાકમાં અતિભારે પવને 15 વર્ષ સુધી ઠપ્પ કરી દીધુ.. ઊના – કેસર આંબા કેરીનું જન્મ સ્થળ ઉના તાલુકાના મોઠા, ગરાળ હોય ત્યાથી તાલુકાના 50 […]

Gujarat
IMG 20210522 WA0014 તાઉતે વાવાઝોડાએ જતા જતા પણ લોકોને રવડાવ્યા, જાણો શું થયું હવે

રીપોર્ટર.કાતિક વાજા ઊના

 

ઊના ગીરગઢડા પંથકમાં કેસર કેરી પાકમાં નારીયેળ નખાય ગયું..

આંબા અને નારીયેળ વાડીનું વાવાઝોડાએ વર્ષ નથી બગાડ્યુ પણ ભવ બગાડ્યાનો શૂર ખેડૂતોમાં સંભળાયો…

કરોડો રૂપિયાનો બિઝનેસ 10 કલાકમાં અતિભારે પવને 15 વર્ષ સુધી ઠપ્પ કરી દીધુ..

ઊના – કેસર આંબા કેરીનું જન્મ સ્થળ ઉના તાલુકાના મોઠા, ગરાળ હોય ત્યાથી તાલુકાના 50 થી 60 ગામોમાં કેસર આંબા પથરાયા હતા. કરોડો રૂપિયાના બિઝનેસ તાઉતે વાવાઝોડાએ માત્ર 10 કલાકમાં તબાહી મચાવીને 10 થી 15 સુધી પાછળ ધકેલી દેતા ખેડૂતો પોતાની આજીવિકા છિનવાતા શ્રમિક તરીકે મજુરી કામે લાગી રહ્યાં છે.

આંબા અને નારીયેળીમાં આબાગતી પાકો ઉતારવાની શરૂઆત થઇ અને 10 ટકા પાક બજારમાં આવતાના થોડા દિવસોમાંજ વાવાઝોડુ ત્રાટક્યુ અને તબાહી મચી ગઇ 90 ટકા પાક વૃક્ષો સાથે જમીનદોસ થઇ જતાં રોજનું 2 થી 3 કરોડનું ટનઅવર ખતમ થઇ ગયેલ છે. અને સરેરાશ 60 દિવસ ચાલતી આ બાગાયતી પાક હજારો એકર જમીન અને તેમાં લાખો આંબાના વૃક્ષો અને કરોડો રૂપિયાનું વેચાણ દશ કલાકના આવેલા કુદરતી વાવાઝોડાએ ખતમ કરી દેતા હવે આ ઉત્પાદન મેળવવા લાંબા વર્ષો સુધી ખેડૂતોએ સંધર્ષ કરવો પડશે. હાલમાં જમીનો માંથી આંબા અને નારીયેળીના ઝાડને મૂળીયામાંથી કાઢી જમીનને સંપતોલ કરવા ઓછામાં ઓછા 2 મહીના પ્રકિયા કરવી પડશે. પરંતુ જુન માસથી ચોમાસાની સિઝન શરૂ થાય તો બીજા અન્ય સિઝન આધારીત વાવેતર પણ થઇ શકે નહી. આવી સ્થિતી વચ્ચે બાગાયતી ખેતીમાં વર્ષ બગડ્યાની સાથે ભવ પણ બગડી ગયા હોવાનો શૂર સાંભળવા મળી રહ્યા છે. બાગાયતી ખેતીની ખુલ્લી જમીનમાં તલ, બાજરો, અડદ જેવા કઠોર પાકનો નાસ પામતા ઉના ગીરગઢડા તાલુકાના ગરાળ, મોઠા, સામતેર, સંજવાપુર, રામેશ્વર, કાણકબરડા ,સુલતાનપુર, અંજાર, કોઠારી, ઉમેજ, આમોદ્રા, દેલવાડા, વાંસોજ, નાલીયા માંડવી, ધોકડવા, બેડીયા, બંધાડા, સોનારીયા, થોરડી, ભાખા, વડલી, જશાધાર, નગડીયા, ભાચા, ઇંટવાયા, ફાટસર, જામવાડા, દ્રોણ, કોદીયા, સહીતના બન્ને તાલુકાના 70 થી વધુ ગામોની હજારો એકર જમીનમાં આંબા અને નારીયેળીના પામ ખતમ થઇ જતાં બાગાયતી ખેડૂતો સાથે જોડાયેલા મજુરો, કમીસન એજન્ટો, વાહન ચાલકો, બોક્ષ ઉત્પાદન કરતા ઉદ્યોગો વેચાણ કરતા વેપારીઓ સહીતના હજારો લોકોને લાંબા વર્ષો સુધી મરણતોલ ફટકો પડતા ખેડૂતોની આંખોમાં આંસુ ઓનીધારા વહે છે.

12 વિધાનો બાગમાં વિનાશ થતાં ભૂખના દિવસો આવ્યા…વિધવા –કડવીબેન…

ગરાળ ગામના રોડ કાઠે 12 વિધાનો આંબાનો બાગ ધરાવતા વિધવા મહીલા કડવીબેન સોલંકીએ ભારે રદયની વેદના સંભળાવતા જણાવેલ કે બે ભાઇયો વચ્ચે ભાગની જમીનમાં 200 વિધા કેસર કેરીના ઝાડવા આવેલ હતા. અને 8 સભ્યોનો પરીવાર આજીવિકાસ બાગપર ચાલતી હતી. તે વાવાઝોડાની થપાટે એક ઝાટકે છીનવી લેતા ભુખના દિવસો આવ્યા છે. 4 દિવસથી અનાજ, પાણી પણ લીધા નથી. અને હાલ પણ માંગી ભીખીને પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ..

બાપાએ વાવેતર કર્યુ કરી લીલી વાડી છોડી હતી…મનુભાઇ સોલંકી…

ગરાળ ગામમાં બાગ ધરાવતા મનુભાઇ સોલંકીના બાપ દાદાએ આંબાની કલમ લાવીને લીલી વાડી બનાવી કેસર કેરીનું જન્મ સ્થળ ઉભુ કર્યુ અને ત્યાથી ઉના તાલુકાના દરેક ગામોમાં આંબાના બાગોનું વાવેતર શરૂ થયુ. પરંતુ વાવાઝોડાએ તેમને પણ મરણતોલ ફટકો મારતા 30 વર્ષના ઉગેલા ઝાડ પણ જમીન દોસ્ત થઇ જતા વાડીએ જોવા જવાનું પણ છોડી દીધુ અને કહે છેકે અમારા બાપદાદાએ વાવેતર કર્યુ હતું. અને હું વાવીશ 20 વર્ષ પછી મારા દિકરા ફળ મેળવશે..

કેરીનું રૂ. 90 નો ખર્ચ અને રૂ.50 નો ભાવ આવ્યો…

ઊનાના મોઠા, ગરાળ આજુબાજુના ખેડૂતોના જણાવ્યા મુજબ કેરી ઉતારવાનો ખર્ચ ભાડુ, બોક્ષ, મજુરી, કમીશન, ટીડીએસ, સહીત 10 કિલોનું 1 બોક્ષનો ખર્ચ રૂ.90 ખેડૂતને પડે અને માર્કેટમાં મોકલતા કેરીનું વેચાણ ભાવ રૂ.50 બોક્ષનો આવતા વેચાણ સામે ખર્ચ માથે પડી રહ્યો છે. તેના કારણુ કેરીને રોડ પર ફેકી દેવામાં આવે છે..

84 વર્ષની ઉમરમાં આવુ વાવાઝોડુ જોયુ નથી…વૃક્ષ માતા…

ગરાળ ગામના પાટીયા પાસે 6 વિધાનો બાગ ધરાવતા 1 વૃધ્ધ માતા 2 પુત્રને બાજુમાં બેસાડીને ચોધારા આંસુ એ રડી રહ્યા હતા. તેમને રડવાનું કારણ પુછતા તેવોએ જણાવેલ કે 84 વર્ષની ઉમરમાં આવુ ભયાનક વાવાઝોડુ જોયુ નથી. તેણે અમારી આજીવિકા છીનવી લીધી છે. હવે મારો આસરો બે દિકરા પર રહ્યો છે. તે જ્યા જશે ત્યા મારી આખરી જીંગદી જશે. આ વૃધ્ધ માતાએ વડીલોની કહેવતને દોહરાવતા જણાવેલ કે વર્ષ બગડ્યુ છે પણ ભવ નથી બગડ્યો પરંતુ આ વાવાઝોડાએ તો ભવ પણ બગાડી નાખ્યા છે.

બોક્ષનો વેપાર 15 વર્ષ પાછળ ધકેલાયો…

આંબાની કેરી સાથે જોડાયેલ બોક્ષનો વેપાર પણ પડી ભાંગ્યો છે દરરોજ 10 ટ્રક કેરી પેકીંગના બોક્ષનું વેચાણ થતુ હતું. પરંતુ આ વિસ્તારમાં આંબા નાશ થતાં કેરી બોક્ષ ઉત્પાદન કરતા ઉદ્યોગ અને તેનું વેચાણ કરતા એજન્ટ પણ સંકટમાં ફસાય ગયા છે. અને આ બોક્ષ નો લાખો રૂપિયાનો વેપાર છીનવાતા અનેક એજન્ટો વેપારી રોડ પર આવી ગયા છે.