GST-Coaching class raid/ વેપારીઓ પછી GSTના હવે રાજ્યભરમાં ચાલતા કોચિંગ ક્લાસ પર દરોડાઃ બેનામી વ્યવહારો પકડાયા

જીએસટી વિભાગે રાજ્યભરમાં કોચિંગ ક્લાસ પર દરોડા પાડવાનું શરૂ કર્યુ છે. GST વિભાગે રાજ્યમાં ઝડપથી વિકસતા કોચિંગ ક્લાસ પર ત્રાટક્યું છે. જેમાં જીએસટી વિભાગે રાજકોટ, અમદાવાદ, બરોડા અને સુરતમાં 31 જગ્યાએ કાર્યવાહી કરી છે.

Top Stories Gujarat
Coaching raid વેપારીઓ પછી GSTના હવે રાજ્યભરમાં ચાલતા કોચિંગ ક્લાસ પર દરોડાઃ બેનામી વ્યવહારો પકડાયા

અમદાવાદ: જીએસટી વિભાગે રાજ્યભરમાં કોચિંગ ક્લાસ Coaching class raid પર દરોડા પાડવાનું શરૂ કર્યુ છે. GST વિભાગે રાજ્યમાં ઝડપથી વિકસતા કોચિંગ ક્લાસ પર ત્રાટક્યું છે. જેમાં જીએસટી વિભાગે રાજકોટ, અમદાવાદ, બરોડા અને સુરતમાં 31 જગ્યાએ કાર્યવાહી કરી છે. GST વિભાગે રાજકોટ, અમદાવાદ અને વડોદરામાંથી 18 થી 20 કરોડના બેનામી ટ્રાન્ઝેક્શન ઝડપી પાડ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

રાજ્યમાં શિક્ષણ એક ધંધો બની ગયો છે. દરમિયાન GST વિભાગે કોચિંગ ક્લાસ Coaching class raid પર કાર્યવાહી શરૂ કરી છે. ત્યારબાદ GST વિભાગે રાજ્યમાં કુલ 15 કોચિંગ ક્લાસની 31 સીટો પર દરોડા પાડ્યા હતા. બેનામી ખાતાઓ પણ સામે આવ્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. GST વિભાગની કાર્યવાહીથી રાજ્યભરના કોચિંગ ક્લાસના સંચાલકોમાં ફરી હલચલ જોવા મળી રહી છે.

સુરતમાં 24 જગ્યાએ દરોડા

રાજ્યમાં જીએસટી વિભાગે રાજ્યમાં કોચિંગ ક્લાસીસ પર કડક Coaching class raid કાર્યવાહી શરૂ કરી છે. GSTનું યોગ્ય રીતે પાલન ન કરવા બદલ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સમયે રાજ્યના 15 વિભાગમાં કુલ 31 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. GST વિભાગે અમદાવાદમાં 4, સુરતમાં 24, વડોદરામાં 1 અને રાજકોટમાં 2 સહિત કુલ 31 સ્થળોએ દરોડા પાડ્યા છે.

18 થી 20 કરોડના બેનામી વ્યવહારો

રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ખાતાઓ, Coaching class raid બેંક સ્ટેટમેન્ટ, લોકર, બેંક ખાતાની વિગતો, લોકર વગેરેની ઉંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી છે. GST વિભાગે કુલ 18 થી 20 કરોડના બેનામી વ્યવહારોને ઝડપી પાડ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

 

આ પણ વાંચોઃ BJP-Election/ ભાજપ લોકસભા ચૂંટણી માટે કસી કમરઃ કેન્દ્રીય સંગઠનમાં નવા હોદ્દેદારો જાહેર, ગુજરાતમાંથી કોઈ નહીં

આ પણ વાંચોઃ DRDO Scientist/ હની ટ્રેપમાં ફસાયેલા DRDOના વૈજ્ઞાનિકે PAK મહિલા જાસૂસને બ્રહ્મોસ રિપોર્ટ બતાવવાનું વચન આપ્યું હતું

આ પણ વાંચોઃ વરસાદ/ગુજરાતના 114 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,પાવી જેતપુરમાં આઠ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ Big Breaking/ગુજરાતમાં મોહરમની જાહેર રજા હોવા છંતા પણ આવતીકાલે શાળાઓ ચાલુ રહેશે,શિક્ષણ વિભાગે આ કારણથી જાહેર કર્યો પરિપત્ર

આ પણ વાંચોઃ ગાંધીનગર/એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી