Surat traffic police/ સુરતમાં 210 ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરાઈ

સુરત શહેર ટ્રાફિક શાખા અને કોર્પોરેશનના  સંકલનથી શહેરના 210 ટ્રાફિક જંક્શનો પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરાઈ છે, ટ્રાફિક પોલીસ શહેરના રસ્તાઓ પર વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવશે.

Gujarat Surat
Beginners guide to 2024 05 14T155834.861 સુરતમાં 210 ટ્રાફિક સિગ્નલો પર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરાઈ

@પૂજા નિષાદ

સુરતઃ સુરત શહેર ટ્રાફિક શાખા અને કોર્પોરેશનના  સંકલનથી શહેરના 210 ટ્રાફિક જંક્શનો પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કાર્યરત કરાઈ છે, ટ્રાફિક પોલીસ શહેરના રસ્તાઓ પર વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવશે. આ માટે સુરત ટ્રાફિક પોલીસે વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે ઝુંબેશ શરૂ કરી દીધી છે.

210  સિગ્નલો પર ફરજિયાત 20 સેકન્ડ ઉભું રહેવું પડશે. હવેથી ઝેબ્રા ક્રોસિંગ, સિગ્નલ તોડશો, સિટ બેલ્ટ કે હેલમેટ નહીં હોય તો ટ્રાફિક પોલીસ કડક હાથે કામગિરી કરશે, આગામી દિવસમાં જો કોઈ વાહન ચાલક ટ્રાફિક સિગ્નલ તોડી ભાગશે તો ટ્રાફિક પોલીસ તેને સીસીટીવી કેમેરા દ્વારા ઈ-ચલણથી દંડની કાર્યવાહી કરશે.

ટ્રાફિક પોલીસે પાલિકા સાથે સંકલન કરી શહેરમાં 210  સિગ્નલો પર ટાઈમર સેટ કરી દીધા છે અને જે સિગ્નલો પર જે પ્રકારનું ટ્રાફિક ભારણ હોય તે પ્રકારનું ટાઈમિંગ સેટ કરવામાં આવ્યું છે, ઉલ્લેખનીય છે કે  સુરત શહેર પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત