Not Set/ ટ્રાફિક પોલીસે જાહેર કર્યુ એલર્ટ, જો અવગણશો તો થઇ શકે છે મોટું નુકસાન

ટ્રાફિક પોલીસે કાર, સ્કૂટર, મોટરસાઇકલ અને ટ્રકનાં ચાલકો માટે મોટું એલર્ટ જાહેર કર્યું છે. જો તમે પણ વાહન ચલાવો છો, તો તમારે પોલીસનાં આ એલર્ટ વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.

Top Stories India
ટ્રાફિક પોલીસ એલર્ટ

ટ્રાફિક પોલીસે કાર, સ્કૂટર, મોટરસાઇકલ અને ટ્રકનાં ચાલકો માટે મોટું એલર્ટ જાહેર કર્યું છે. જો તમે પણ વાહન ચલાવો છો, તો તમારે પોલીસનાં આ એલર્ટ વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. જો તમે તેને અવગણશો તો તેનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો – અર્થવ્યવસ્થા / પાકિસ્તાન થયુ કંગાળ, છેલ્લા ચાર વર્ષમાં વિદેશી દેવાની ચુકવણીમાં 399 ટકાનો થયો વધારો

આપને જણાવી દઇએ કે, તીવ્ર ઠંડી અને ધુમ્મસનો સમયગાળો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં જે લોકો ગાઢ ધુમ્મસમાં પોતાના વાહન સાથે મુસાફરી કરે છે, તે લોકો માટે આ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચંદીગઢ ટ્રાફિક પોલીસે ધુમ્મસની સ્થિતિમાં વાહન ચલાવનારાઓને શક્ય હોય ત્યાં સુધી ધુમ્મસ દરમિયાન વાહન ન ચલાવવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં વાહન ચલાવતા પહેલા વિચારી લો કે શું બધું જોખમ ઉઠાવીને ડ્રાઇવિંગ કરવું જરૂરી છે. તેમણે કહ્યું કે, જો શક્ય હોય તો ધુમ્મસ દરમિયાન મુસાફરી ન કરવી, રસ્તાની બાજુમાં વાહન પાર્ક ન કરવું, ધીમેથી આગળ વધવું, લેન જમ્પ ન કરવી, રિફ્લેક્ટિવ ટેપનો ઉપયોગ કરવો, સાઇકલ સવારો અને રાહદારીઓની કાળજી લેવી. ટ્રાફિક પોલીસ લોકોની સલામતી માટે સમયાંતરે આવા એલર્ટ જારી કરે છે. લોકોએ તેમને અનુસરવું જોઈએ. આ માત્ર તેમની સુરક્ષા માટે છે. આ સિવાય મોટર વ્હીકલ એક્ટની કલમ 180 મુજબ, જો તમને કાર ચલાવતી વખતે ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવવામાં આવે અને તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ માંગવામાં આવે, આવી સ્થિતિમાં જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવવામાં સક્ષમ નથી, તો તમારું 5000 રૂપિયાનું ચલણ કપાઈ શકે છે અને તેની સાથે તમને 3 મહિનાની જેલ પણ થઈ શકે છે. જો કે નિયમોનું પાલન કરવુ જરૂરી છે અને તેમને આ વિશે ચિંતા કરવાની પણ જરૂર રહેતી નથી.

આ પણ વાંચો – OMG! / એક સમયે નાનુ કદ હોવાથી ચીડવતા હતા લોકો, આજે બનાવી એવી બોડી જોતા રહી જશો તમે, Viral Video

તમે ડિજી લોકર અથવા એમટ્રાન્સપોર્ટ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય દસ્તાવેજો જેમ કે નોંધણી પ્રમાણપત્ર સ્ટોર કરી શકો છો. ટ્રાફિક પોલીસની માંગ પર તે માન્ય ગણવામાં આવશે. જો ટ્રાફિક પોલીસ ડ્રાઇવિંગ લાયસન્સ કે અન્ય કોઇ દસ્તાવેજ માંગે તો ડ્રાઇવર તેની સોફ્ટ કોપી બતાવી શકે છે.