Not Set/ ઉપલેટામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે મહિલાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત

વડોદરા જિલ્લાના પાદરાથી એક સંઘ પગપાળા દ્વારકા જવા નીકળ્યો હતો. આ પગપાળા સંઘમાં 90 પુરુષ અને કેટલીક મહિલાઓ સામેલ હતી.

Gujarat Vadodara
ઉપલેટામાં

ગુજરાતમાં એક પછી એક અકસ્માતની કરૂણ ઘટના સામે આવી રહી છે. કોઈ બીજાની બેદરકારીને કારણે અનેક માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઉપલેટામાં સર્જાયેલા અકસ્માતમાં બે મહિલાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી બંને મહિલાઓન મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયા હતા.

આ પણ વાંચો :સુરતમાં અલગ-અલગ બે વિદ્યાર્થિનીઓએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું એવું કે…

આ અંગે મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના પાદરાથી એક સંઘ પગપાળા દ્વારકા જવા નીકળ્યો હતો. આ પગપાળા સંઘમાં 90 પુરુષ અને કેટલીક મહિલાઓ સામેલ હતી. ગતરાત્રિના રોજ પગપાળા સંઘ ધોરાજી તાલુકાના સુપેડી પહોંચ્યો હતો. સુપેડી ગામે રાતવાસો કર્યા બાદ સવારે પુરુષ અને મહિલાઓનો સંઘ પગપાળા આગળ ચાલતો થયો હતો. તેના બાદ સંઘ ઉપલેટા પોરબંદર હાઈવે પર મોજ નદીના કાંઠે પુલ પાસે આવેલ કારેશ્વર મહાદેવના મંદિર સામે પહોંચ્યો હતો. જ્યાં આ કરૂણ ઘટના બની હતી.

મૃતકોમાં કૈલાસબેન ગોવિંદભાઈ ચૌહાણ અને કૈલાસબેન ભગવાનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. બંને ઘરકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી પોરબંદર જઈ રહેલા કાર ચાલકની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો.

હટિયા-રૌરકેલા રેલવે લાઇન પર બે માલગાડીઓ સામસામે અથડાઈ

આ પણ વાંચો :સુરતવાસીઓ માટે ચિંતાજનક સમાચાર, અઠવા ઝોનની સફાઈ કામદારને થયો કોરોના

આપને જણાવી દઈએ કે, આ પહેલા હટિયા-રૌરકેલા રેલવે લાઇન પર શનિવારે રાત્રે એક ભયાનક અકસ્માતમાં બે માલગાડીઓ અથડાઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર કે આ દુર્ઘટના રાત્રે 10 વાગે થઈ જ્યારે હટિયા-રૌરકેલા રેલવે લાઇન પર બે માલગાડીઓ સામસામે અથડાઈ. ઘટના કુરુક્ષેત્ર રેલવે સ્ટેશન પાસેની જણાવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર, આ ભયાનક અકસ્માત બાદ બાનો રેલવે પોલીસ અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક માલસામાન ટ્રેન રાઉરકેલાથી રાંચી જઈ રહી હતી અને બીજી માલગાડી રાંચીથી રાઉરકેલા જઈ રહી હતી, ત્યારે રાત્રે 10 વાગ્યે કુર્સી રેલવે સ્ટેશન પાસે આ બંને માલગાડીઓ સામસામે અથડાઈ હતી. બંને વાહનો એક જ લાઇન પર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભયાનક અકસ્માતમાં ડ્રાઇવરને ગંભીર ઈજા થઈ હોવાનું કહેવાય છે.

રાંચી રેલ ડિવિઝનના ઓપરેશનલ ડિપાર્ટમેન્ટ પર પ્રશ્ન છે કે બંને માલગાડીઓ એક જ ટ્રેક પર કેવી રીતે દોડી રહી હતી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડીઆરએમનું કહેવું છે કે આ દુર્ઘટનાનું પ્રથમ કારણ બ્રેક ફેલ હોઈ શકે છે.

આ પણ વાંચો :અટલજીના જન્મદિવસે સુરેન્દ્રનગરના સેવાભાવી યુવાન દ્વારા વડીલો માટે નિ:શુલ્ક અટલ યાત્રા કરાઇ

આ પણ વાંચો :ગુજરાતમાં ઓમિક્રોન વિસ્ફોટ, આણંદ અને ખેડામાં નોંધાય આટલા કેસ

આ પણ વાંચો :રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો,14.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર