IPS Transfer/ ગંજીફો ચીપાયોઃ ગુજરાતમાં પાંચ આઇપીએસ, 22 પીઆઇ અને 63 પીએસઆઇની બદલી

ગુજરાત પોલીસમાં ફરી એકવાર મોટી બદલીઓ IPS Transfer કરવામાં આવી છે. ડીજીપી ઓફિસ દ્વારા મહત્વનો નિર્ણય લઈને રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં બિનહથિયારી પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે.

Top Stories Gujarat
Gujarat Police ગંજીફો ચીપાયોઃ ગુજરાતમાં પાંચ આઇપીએસ, 22 પીઆઇ અને 63 પીએસઆઇની બદલી

ગુજરાત પોલીસમાં ફરી એકવાર મોટી બદલીઓ IPS Transfer કરવામાં આવી છે. ડીજીપી ઓફિસ દ્વારા મહત્વનો નિર્ણય લઈને રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં બિનહથિયારી પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. ડીજીપીએ સત્તાવાર પરિપત્ર બહાર પાડીને રાજ્યના 22 પીઆઇની બદલી કરી છે. તો સાથે સાથે 63 પીએસઆઇની પણ બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય, વડોદરા શહેર તેમજ સીઆઇડી અને એસીબીના પીઆઇ અને પીએસઆઇની બદલી કરવામાં આવી છે.

રાજ્યમાં આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં IPS Transfer આવી છે. રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા સીધી ભરતીના IPS અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ-2, સી.આઈ.ડી. (ક્રાઈમ), ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા જિલ્લો દાહોદ મોકલાયા છે.
જ્યારે આઇપીએસ અધિકારી રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક, ફ્રોડ ઈન્વેસ્ટીંગેશન સી.આઈ.ડી. (ક્રાઈમ), ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક, દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા IPS Transfer મોકલાયા છે. અગ્રવાલ જિતેન્દ્ર મોરારીલાલા મદદનીશ પોલીસ અધિક્ષક સ્ટેટ ટ્રાફીક બ્રાંચ ગાંધીનગરથી બદલી કરી મદદનીશ પોલીસ અધિક્ષક ઉના જિલ્લો ગીર સોમનાથ મોકલાયા છે.

ડીજીપીએ પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે નિર્દેશિત બિનહથિયારી IPS Transfer પોલીસ ઇન્સ્પેકટરો અને પોલીસ સબ ઈન્સ્પેકટરોની તેમના નામની સામે જણાવેલ સ્થળે તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે છે. આ સાથે જ ડીજીપી કચેરી દ્વારા 22 પીઆઇ અને 63 પીએસઆઇના નામ અને તેમની હાલની ફરજનું સ્થળ અને બદલી કરવામાં આવેલ સ્થળની માહિતી આપવામાં આવી છે.
ડીજીપી વિકાસ સહાય દ્રારા બદલીના આદેશ આપવામાં IPS Transfer આવ્યા છે. જે.એમ. જાડેજા જેઓ હાલમાં વડોદરામાં ફરજ બજાવે છે તેમની બદલી પૂર્વ ગાંધીધામમાં કરવામાં આવી છે. વી.એલ. સાકરિયા જેઓ વડોદરા શહેરમાં ફરજ બજાવે છે તેમને બોટાદમાં ફરજ પર મુકવામાં આવ્યા છે. કે.એન. ભુકાણ જેઓ રાજકોટમાં ફરજ બજાવે છે તેમને અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે. વી.એન. મહિલા જેઓ રાજકોટમાં ફરજ બજાવે છે તેમની બદલી ખેડા ખાતે કરવામાં આવી છે. જ્યારે આર.જે. ગોહીલ જેઓ ભરુચ ખાતે ફરજ બજાવે છે તેમની બદલી નર્મદા ખાતે કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Railway Thali/ હવે રેલ્વે સ્ટેશનો પર માત્ર 20 રૂપિયામાં ભોજન મળશે, આ શહેરથી થયો પ્રારંભ

આ પણ વાંચોઃ Hate Speech/ હેટ સ્પીચ કેસમાં આઝમખાન દોષિત, બે વર્ષની સજા અને 1000 રૂપિયાનો દંડ

આ પણ વાંચોઃ South Gujarat-Rain/ દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદઃ પાવાગઢમાં પગથિયા પરથી નદી વહી

આ પણ વાંચોઃ Duplicate Marksheet Scam\/ નાપાસ યુવાનોની માર્કશીટમાં સુધારો કરવાનો ગોરખધંધો બે યુવાનોને ભારે પડ્યો

આ પણ વાંચોઃ Indian Navy-Rafale/ પ્રશાંત મહાસાગરમાં ચીનના પ્રભુત્વને પડકારવા ભારતીય નૌકાદળને રાફેલની જરૂર