Railway/ સૌરાષ્ટ્રથી સીધા જ જઇ શકાશે શેરોવાલીનાં શરણોમાં, રેલ્વેએ શરુ કરી કટરા માટે 4 સ્પે. ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા 4 નવી સ્પે.ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સૌરાષ્ટથી સીધા જ માં શેરાવાલીનાં શરણોમાં જઇ શકવાનું ભક્તોનું સ્વપ્ન રેલ્વે દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું હોય તેવી રીતે

Gujarat Others
rail સૌરાષ્ટ્રથી સીધા જ જઇ શકાશે શેરોવાલીનાં શરણોમાં, રેલ્વેએ શરુ કરી કટરા માટે 4 સ્પે. ટ્રેન
  • પશ્ચિમ રેલવે દ્વારા 4 નવી સ્પે.ટ્રેન શરૂ કરવાનો નિર્ણય
  • કટરા રેલ્વે સ્ટેશન માટે શરૂ કરાઈ સ્પેશિયલ ટ્રેન
  • બાંદ્રા ટર્મિનસ,ગાંધીધામ, હાપા અને જામનગર થી કટરા  
  • બાંદ્રા ટર્મિનસ થી કટરા અઠવાડિયામાં 4 દિવસ
  • ગાંધીધામ થી કટરા દર શનિવારે દોડશે
  • હાપા એક્સપ્રેસ અઠવાડિયામાં દર મંગળવારે દોડશે
  • જામનગર એક્સપ્રેસ અઠવાડિયામાં દર બુધવારે દોડશે
  • ટ્રેનના બુકીંગ ઓનલાઇન વેબસાઈટથી કરવામાં આવશે

પશ્ચિમ રેલવે દ્વારા 4 નવી સ્પે.ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સૌરાષ્ટથી સીધા જ માં શેરાવાલીનાં શરણોમાં જઇ શકવાનું ભક્તોનું સ્વપ્ન રેલ્વે દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું હોય તેવી રીતે જામનગર-હાપાથી માતા વૈષ્ણવદેવી એટલે કે કતરા રેલવે સ્ટેશન (જમુતાવી) ટ્રેન લાંબા સમય પછી પૂનઃ ચાલુ થઈ રહી છે.

રેલવે દ્વારા નવું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. કતરા – જામનગર – કટરા ટ્રેન તા.3-1-2021થી કટરાથી રવાના થશે અને સોમવારે જામનગર આવશે અને મંગળવારે જામનગરથી રવાના થઈ બુધવારે કટરા પહોંચશે, તા.4ના કટરાથી આ ટ્રેન રવાના થશે અને તારીખ પાંચ નાં હાપા આવી આ ટ્રેન તા.6ના હાપાથી કટરા જવા માટે રવાના થશે. પૂર્વે આ ટ્રેન હાપા-જામનગર રેલવે સ્ટેશને રાત્રે નવેક વાગ્યે આવતી હતી, તે હવે 6:45 કલાકે આવી પહોંચશે. અને ટ્રેન હાપા-જામનગરથી સવારે 4:45 કલાકે રવાના થતી હતી, તે હવે સવારે આઠ વાગ્યે રવાના થશે. આમ હાપા એક્સપ્રેસ અઠવાડિયામાં દર મંગળવારે દોડશે અને
જામનગર એક્સપ્રેસ અઠવાડિયામાં દર બુધવારે દોડશે.

કટરા રેલવે સ્ટેશન માટે શરૂ કરાવામાં આવેલી ચાર સ્પેશિયલ ટ્રેનમાં હાપા અને જામનગર થી કટરાની સાથે સાથે બાંદ્રા ટર્મિનસ, ગાંધીધામ થી કટારા પણ શરૂ કરાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંદ્રા ટર્મિનસ થી કટરા અઠવાડિયામાં 4 દિવસ ટ્રેન દોડશે. જ્યારે
ગાંધીધામ થી કટરા દર શનિવારે દોડશે. ટ્રેનના બુકીંગ ઓનલાઇન વેબસાઈટથી કરવામાં આવશે. આમ પશ્ચિમ રેલ્વે દ્વારા સૌરાષ્ટ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્રનાં અનેક માઇ ભક્તો માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…