Dharm & Bhakti: એપ્રિલના મહિનાની શરુઆતમાં જ મીન રાશિમાં ત્રિગ્રહી યોગ (Trigrahi Yog 2026) સર્જાવા જઇ રહ્યો છે. મીન રાશિમાં સૂર્ય-શનિ અને મંગળની ત્રિગ્રહી યુતિનું સર્જન થશે. એના કારણે કઇ-કઇ રાશિઓના જીવનમાં એના શુભ પરિણામો પ્રાપ્ત થશે?
2 એપ્રિલ 2026 ના સૂર્ય-શનિ અને મંગળનો ત્રિગ્રહી યોગ (Trigrahi Yog 2026)
મંગળ ગ્રહ 2 એપ્રિલ 2026 ના રોજ કુંભ રાશીમાંથી નીકળી જઇ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં સૂર્ય અને શનિ ગ્રહ પહેલેથી જ વિદ્યમાન છે. આ સંજોગોમાં મીન રાશિમાં સૂર્ય-શનિ અને મંગળ (Sun, Saturn & Mars)ની ત્રિગ્રહી યુતિ (Conjunction)નું સર્જન થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આને જ ત્રિગ્રહી યોગ કહે છે અને એપ્રિલના મહિનાની શરુઆતમાં જ મીન રાશિમાં આ ત્રિગ્રહી યોગ સર્જાવા જઇ રહ્યો છે. એના કારણે કઇ-કઇ રાશિઓ (Zodiac Signs)ના જીવનમાં એના શુભ પરિણામો પ્રાપ્ત થશે એ વિશે વિસ્તૃતપણે જોઇએ….

વૃષભ રાશિ (Vrushabh Rashi)
તમારા એકાદશ ભાવમાં સૂર્ય, મંગળ અને શનિની યુતિ રચાવા જઇ રહી છે. આ ભાવમાં ત્રિગ્રહી યુતિનું સર્જાવું તમારા માટે લાભકારક સિદ્ધ થશે. તમારી આવકમાં વૃદ્ધિ થઇ શકે છે અને સાથોસાથ વેપાર કરનારા જાતકોને નફો મળવાના યોગ છે. શનિ તમારા સારા કર્મોનું ફળ તમને પ્રદાન કરશે. આ રાશિના જાતકોને શિક્ષા સાથે સંલગ્ન ક્ષેત્રમાં ઉચિત પરિણામો પ્રાપ્ત થશે. કૌટુંબિક જીવન (Family Life)માં ઉત્તમ પરિવર્તનો આવશે અને તમારા મોટા ભાઈ-બહેનોનો સારો સહયોગ પ્રાપ્ત થઇ શકશે.

મિથુન રાશિ (Mithun Rashi)
તમારા કર્મ ભાવમાં ત્રિગ્રહી યુતિ બનશે આથી કેરિયરના ક્ષેત્રમાં ઉન્નતિ કરવા માટેના અવસરો પ્રાપ્ત થશે. આર્થિક રુપે તમને જબરદસ્ત લાભ મળવાના યોગો સર્જાઇ રહ્યાં છે. સારા લોકો સાથે સામાજીક સ્તરે તમારો સંપર્ક સ્થપાશે, ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થશે. કેટલાક જાતકો માંગલિક કાર્યોમાં ભાગ લઇ શકે છે. જો તમે પોતાનો બિઝનેસ (Business) શરુ કરવા ઇચ્છતા હો તો ગ્રહો તમારી તરફેણમાં છે અને તમે તમારું કામ શરુ કરી શકો છો. લગ્નજીવનમાં પણ સુધારો જોવા મળી શકે છે.

વૃશ્ચિક રાશિ (Vrushik Rashi)
તમને શિક્ષણ (Education) ક્ષેત્રે ઉત્તમ પરિણામો મળી શકે છે અને અમુક જાતકોને પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા મળવાના પણ યોગ છે. ત્રિગ્રહી યોગથી તમે તમારા વિરોધીઓ પર પ્રભાવી રહેશો અને પ્રતિદ્વંદ્વીઓ પર તમને વિજય પ્રાપ્ત થશે. ધન લાભના પણ ઉત્તમ અવસરો છે અને સંચિત ધનમાં વૃદ્ધિ થઇ શકે છે. કૌટુંબિક જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે અને ઘરના સભ્યો સાથે તમારો સમય સારી રીતે વ્યતીત થઇ શકશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 19 માર્ચથી હિન્દુ નવ વર્ષનો પ્રારંભ…ભારતીય સંસ્કૃતિમાં અનેરુ મહત્વ…આ વર્ષે અધિક મહિનો..!
આ પણ વાંચો: ખરમાસ નો ક્યારે પ્રારંભ થશે,14 કે 15 માર્ચ? શું આ સમય દરમિયાન લગ્ન કરી શકાય ખરા?
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેતો…
